For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EUમાં શામેલ થવુ એ યુક્રેનનો પોતાનો નિર્ણય, રશિયાને વાંધો નથી: પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન યુરોપિયન યુનિયનમાં જોડાશે કે કેમ તે તેમનો પોતાનો નિર્ણય છે. રશિયા તેની વિરુદ્ધ નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેન્ટ પીટર્સબર

|
Google Oneindia Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન યુરોપિયન યુનિયનમાં જોડાશે કે કેમ તે તેમનો પોતાનો નિર્ણય છે. રશિયા તેની વિરુદ્ધ નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા આ વાત કહી. તમને જણાવી દઈએ કે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપિયન કમિશને યુક્રેનને મોટા સમાચાર આપ્યા હતા.

યુક્રેન EU માં જોડાઈ શકે છે, રશિયાએ કહ્યું...

યુક્રેન EU માં જોડાઈ શકે છે, રશિયાએ કહ્યું...

યુરોપિયન કમિશને ભલામણ કરી હતી કે યુક્રેનને EU ઉમેદવારનો દરજ્જો આપવામાં આવે. યુરોપિયન કમિશનના આ નિવેદન બાદ પુતિનનું આ મોટું નિવેદન મીડિયા સામે આવ્યું છે.

અમે વિરોધી નથી..

અમે વિરોધી નથી..

રાષ્ટ્રપતિ પુતિને વધુમાં કહ્યું કે આ યુક્રેન અને તેના લોકોનો નિર્ણય છે, રશિયા તેની વિરુદ્ધ નથી. અમારે આ વસ્તુઓ સાથે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે રશિયા નથી ઈચ્છતું કે યુક્રેન અમેરિકા સમર્થિત નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સામેલ થાય. કારણ કે તેનાથી રશિયાની સુરક્ષા માટે ખતરો છે. જોકે, પુતિનના નિવેદનોથી રશિયાના EUના સભ્યપદને કોઈ ખતરો દેખાતો નથી.

યુક્રેન નિર્ણય લેવા માટે સ્વતંત્ર

યુક્રેન નિર્ણય લેવા માટે સ્વતંત્ર

પુતિને કહ્યું કે જ્યાં સુધી તેમના (યુક્રેન) આર્થિક એકીકરણનો સવાલ છે, તેઓ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, તે તેમનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો કારણ કે તેનો પાડોશી દેશ નાટોમાં સામેલ થઈ જશે. યુક્રેન હજુ પણ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે.

કોઈ દેશ EU માં કેવી રીતે જોડાઈ શકે?

કોઈ દેશ EU માં કેવી રીતે જોડાઈ શકે?

ઉલ્લેખનિય છેકે EU સભ્યપદ માટે તમામ 27 સભ્ય દેશોની સંમતિ જરૂરી છે. આ પછી કિવને સભ્યપદ માટે ધ્યાનમાં લેવામાં આવે તે પહેલાં જરૂરી સુધારાઓની વ્યાપક ચર્ચા કરવામાં આવશે. જો બધા દેશો સંમત થાય અને યુક્રેન તમામ શરતો પૂરી કરે તો જ તેને EU સભ્યપદ મળશે. જો કોઈ દેશ વાંધો ઉઠાવે તો યુક્રેનને તેમના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ થવામાં ઘણો સમય લાગી શકે છે.

English summary
Ukraine's own decision to join EU, RUssia Has Nothing Against It: Putin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X