For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ UNSCમાં ભારતની મોટી જીત, ચીનના વિરોધ બાદ પણ જૈશની નિંદાનો પ્રસ્તાવ પાસ

યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે યુએનએસસીએ આ હુમલામાં જૈશ એ મોહમ્મદને જવાબદાર ગણાવ્યા છે. યુનાઈટેડ નેશન્સની સૌથી મહત્વની સંસ્થા યુએનએસસી તરફથી હુમલાને કાયરતાપૂર્ણ અને ડરામણુ ગણાવ્યુ છે. ગુરુવારે યુએનએસસીમાં એક પ્રસ્તાવ પાસ થયો જેમાં હુમલાની નિંદા કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે ચીનના વિરોધ બાદ પણ સ્થાયી અને બિન સ્થાયી સભ્યો તરફથી પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે ભારતે પોતાના સાથી દેશો સાથે મળીને જૈશના આતંકીઓને સજા આપતો પ્રસ્તાવ સંગઠનમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર પણ વાંધો

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર પણ વાંધો

સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી પર જો વિશ્વાસ કરીએ તો ચીન નથી ઈચ્છતુ કે આવો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે. ચીને તો ત્યાં સુધી અનુરોધ કર્યો હતો કે જમ્મુ કાશ્મીરને ‘ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટેડ કાશ્મીર; એટલે કે ‘ભારત પ્રશાસિત કાશ્મીર' કહેવામાં આવે. આ ઉપરાંત પ્રસ્તાવના એક હિસ્સા પર પણ ચીને વાંધો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ, ‘બધા દેશોને અપીલ છે કે તે ભારત સરકાર સાથે મળઈને સહયોગ કરે.'

દર વખતે આપતુ રહ્યુ જૈશને શરણ

દર વખતે આપતુ રહ્યુ જૈશને શરણ

ચીન કે જે પાકિસ્તાનની નજીક છે તેણે છેલ્લા અમુક વર્ષોથી ભારતના એ પ્રસ્તાવ પર અડિંગો જમાવ્યો છે જેમાં જૈશ પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાની માંગ કરવામાં આવતી રહી છે. ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને બ્લોક કરવાનું કામ કરવામાં ઘણી વાર સફળતા મેળવી છે.

હુમલાની નિંદા પરંતુ પાકિસ્તાનનો ઉલ્લેખ નહિ

હુમલાની નિંદા પરંતુ પાકિસ્તાનનો ઉલ્લેખ નહિ

પુલવામા આતંકી હુમલા બાદ ચીને 40 શહીજ જવાનોના પરિવાર પ્રત્યે તો સંવેદનાઓ વ્યક્ત કરી પરંતુ જૈશનું નામ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ચીનના વિદેશ મંત્રી વાંગ વાઈએ સુષ્મા સ્વરાજને સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં કહેવામાં આવ્યુ હતુ, ‘ચીન દરેક પ્રકારના આતંકવાદનો આકરો વિરોધ કરે છે.' પરંતુ આ નિવેદનમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નહોતો.

પાકિસ્તાન પર ભારતનું કડક વલણ

પાકિસ્તાન પર ભારતનું કડક વલણ

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર અળગુ કરવાના ઘણા પ્રયાસ કર્યા છે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન્સનો દરજ્જો પણ પાછો લઈ લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાનથી આવતા સામાન પર 200 ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર: બારામુલાના સોપોરમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠારઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર: બારામુલાના સોપોરમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

English summary
The United Nations Security Council resolution was adopted unanimously by its permanent and non-permanent members, including China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X