Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UNSCમાં કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાનને જોરદાર ઝટકો, રશિયાએ ફરીથી નિભાવી દોસ્તી

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાને ચીન સાથે મળીને આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો.

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાને ચીન સાથે મળીને આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો. ચીનની વિશેષ માંગ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ક્લોઝ ડોર મીટિંગ બોલાવવામાં આવી. UNSCમાં કાશ્મીર માટે ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો તો ભારતના જૂના દોસ્ત રશિયાએ ફરીથી એકવાર દોસ્તી નિભાવી છે.

UNSC meeting

UNSCની મહત્વની બેઠક ખતમ થયા બાદ ચીની રાજદૂતે કહ્યુ કે કલમ 370 હટાવાયા બાદ વર્તમાન સ્થિતિ બદલાઈ ગઈ છે. ચીને કાશ્મીરની સ્થિતિને ચિંતાજનક ગણાવી અને કહ્યુ કે કોઈ પક્ષ એકતરફઈ કાર્યવાહી ન કરવી જોઈએ. વળી, બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનને ખૂબ ઝાટક્યુ. અકબરુદ્દીને કહ્યુ કે કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો છે જેમાં બહારના લોકોની જરૂર નથી. તેમણે કહ્યુ કે સરકાર ધીમે ધીમે કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવી રહી છે.

અકબરુદ્દે કહ્યુ કે પાકિસ્તાન જેહાદની વાત કરીને હિંસા ફેલાવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે હિંસા કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના પાંચ સ્થાયી અને 10 અસ્થાયી સભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો. આમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાંસ. અસ્થાયી દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએક, ડોમિનિક રિપબ્લિક, ઈક્વેટોરિયલ ગુએની, જર્મની, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરુ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશ શામેલ થયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X