For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 નવેમ્બર પછી પણ ભારત ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે

4 નવેમ્બરથી ઈરાન પર અમેરિકી પ્રતિબંધ લાગુ થઇ જશે, પરંતુ તે પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

4 નવેમ્બરથી ઈરાન પર અમેરિકી પ્રતિબંધ લાગુ થઇ જશે, પરંતુ તે પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકા ઘ્વારા ભારત સહીત બીજા સાત દેશોને ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની મંજૂરી મળી ચુકી છે. ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહીત બીજા 5 દેશ પ્રતિબંધ પછી પણ ઈરાનથી ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા ઈરાનની અર્થવ્યવસ્થાને નિશાનો બનાવવા માટે 4 નવેમ્બરથી પ્રતિબંધ લાગુ થઇ જશે. શુક્રવારે અમેરિકી વિદેશમંત્રી માઈક પોપિયો ઘ્વારા આ છૂટ વિશે જાણકારી આપવામાં આવશે.

iran

ચીન પર પણ નરમ પડ્યું અમેરિકા

ચીન અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઇ શકી કે તેમને અમેરિકા ઘ્વારા છૂટ આપવામાં આવશે કે નહીં. ચીન હજુ પણ અમેરિકા સાથે વાતચીત કરવામાં વ્યસ્ત છે. પરંતુ સૂત્રો અનુસાર આઠ દેશોની આ લિસ્ટમાં ચીનનું નામ પણ શામિલ છે. ટ્રમ્પ સરકારના બે લોકો જેમની પાસે આ બાબત વિશે જાણકારી છે તેમને પોતાનું નામ નહીં જણાવવાની શરત પર આ જાણકારી બ્લૂમબર્ગને આપી છે. બીજા ચાર દેશો કયા છે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી રહી.

આ પણ વાંચો: ઈરાને પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી

અમેરિકી વિદેશમંત્રી માઈક પોપિયો કહી ચુક્યા છે કે અમેરિકાને આ વાતની આશા છે કે પ્રતિબંધ લાગુ થયા પછી દરેક દેશ ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બિલકુલ બંધ કરી દેશે. પરંતુ તેમને આ વાત વિશે પણ માન્યું છે કે કેટલાક દેશો સાથે તેમને આપવામાં આવી રહેલી છૂટ અંગે પણ વાતચીત થઇ રહી છે. ટ્રમ્પ સરકારના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ છૂટ અસ્થાયી હશે. અમેરિકાને આશા છે કે આવનારા કેટલાક મહિનામાં ઈરાનથી કાચા તેલની આયાત અંગે દેશો સજાગ થશે અને તેઓ તેમાં કાપ મુકશે.

આ પણ વાંચો: અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત

English summary
US has agreed to let India and 7 others nations including Japan, India and South Korea keep buying Iran oil ahead of sanctions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X