અમેરિકાને સમજાયું મોદીનું મહત્વ, ખતમ થશે બાયકૉટ
વોશિંગ્ટન, 11 ફેબ્રુઆરી: એવું લાગે છે કે અમેરિકા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર અને તેમના વધતા જતા પ્રભુત્વને સ્વિકાર કરવા લાગ્યું છે. નરેન્દ્ર મોદીને લઇને અમેરિકાના વલણમાં નરમાઇના સંકેત જોવા મળી રહ્યાં છે. અમેરિકન રાજદૂત નૈન્સી પોવેલ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
ભારતમાં અમેરિકાની રાજદૂતી નૈન્સી પોવેલની યોજના ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર સાથે મુલાકાત કરવાની છે. નૈન્સી પોવેલની યોજનાથી, વર્ષ 2002માં થયેલા ગુજરાતના રમખાણોના મુદ્દે નરેન્દ્ર મોદીને લઇને અમેરિકાના વલણમાં પરિવર્તનના સંકેત મળી રહ્યાં છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'અમે (નરેન્દ્ર મોદી અને નૈન્સી પોવેલ વચ્ચે) મુલાકાત નક્કી કરવા અંગે પુષ્ટિ કરી શકીએ છીએ.' નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો આગ્રહ નૈન્સી પોવેલે કર્યો હતો પરંતુ પ્રવક્તાએ મુલાકાતની સંભવિત તારીખ વિશે કશું કહ્યું નથી. સમજી શકાય કે આ મુલાકાત આ મહિને અમદાવાદમાં થશે.

પ્રવક્તાએ કહ્યું હતું કે 'આ અમેરિકા-ભારત સંબંધો પર ભાર મુકવા માટે વરિષ્ઠ રાજકીય અને કારોબારી નેતાઓ સુધી પહોંચવા માટે નવેમ્બરમાં શરૂ થયેલા અમારા પ્રયત્નોનો ભાગ છે.' ગત અઠવાડિયાઓમાં અહીં પ્રભાવશાળે વિચાર સમૂહોએ કેટલીક સાર્વજનિક બેઠકો આયોજિત કરી હતી જેમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ હાલ જીત તરફ અગ્રેસર છે.
તેમને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી હાલ દેશમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે. ભારતની બધી કોર્ટોએ તેમને ક્લિનચીટ આપી દિધી છે જેને જોતાં નરેન્દ્ર મોદી સાથે સંબંધ ન રાખવા અમેરિકા તરફથી બરાબર નહી હોય.' વર્ષ 2005માં અમેરિકાના વિદેશ મંત્રાલયે વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીના વિઝા રદ કરી દિધા હતા.












Click it and Unblock the Notifications
