For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઇફેક્ટ: અમેરિકા આવ્યું ભારતના પડખે, રિપોર્ટ્સમાં ખોલી પાક.ની પોલ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 4 નવેમ્બર: પાકિસ્તાનમાં આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયોનું આકલન કરતા પેંટાગને અમેરિકન કોંગ્રેસને માહિતી આપતા જણાવ્યું છે કે 'પોતાના કરતા વધુ સક્ષમ ભારતીય સેનાનો પરોક્ષ રીતે મુકાબલો કરવા માટે પાકિસ્તાન આતંકવાદી સંગઠનનો સહારો લઇ રહ્યું છે.'

પેંટાગને પોતાના હાલના અહેવાલમાં અફગાનિસ્તાનની હાલની સ્થિતિ અંગે કોંગ્રેસને જણાવ્યું કે 'અફગાનિસ્તાન અને ભારતને નિશાના પર લેનારા આતંકી પાકિસ્તાનથી સતત કામ કરી રહ્યા છે. પાકિસ્તાન આ આતંકવાદી દળોનો ઉપયોગ અફગાનિસ્તાનમાં પોતાના પ્રભાવમાં આવેલા ઊણપની વિરુદ્ધ અને ભારતની દમદાર સેનાનો મુકાબલો કરવા માટે કરી રહ્યું છે.'

પેંટાગને 100થી વધારે પાનાના આ અહેવાલમાં જણાવ્યું કે, 'આતંકવાદીઓ સાથે આ સંબંધ પાકિસ્તાનના તે સાર્વજનિક વલણના વિરુદ્ધ છે, જે હેઠળ તેણે અફગાનીસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે ક્ષેત્રીય સહયોગીનું સમર્થન કરવાની વાત કહી હતી. આતંકી સમૂહોનું અફગાન-પાકિસ્તાનના દ્વિપપક્ષીય સંબંધોમાં એક પ્રાથમિક ઉત્તેજક બળના રૂપમાં કાર્ય કરવું હજી પણ ચાલું છે.'

modi
ભારતીય દૂતાવાસ પર થયેલા હુમાલાનો ઉલ્લેખ કરતા પેંટાગને જણાવ્યું કે આ હુમલો નરેન્દ્ર મોદીના ભારતમાં વડાપ્રધાન તરીકે શપથ લેવાના બરાબર પહેલા કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂનમાં યૂએસ ડિપાર્ટમેંટ અને સ્ટેટે જણાવ્યું હતું કે આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને અફગાનિસ્તાન અથવા ભારતને નિશાનો બનાવનાર આતંકી સંગઠનો વિરુદ્ધ પૂરતા પગલા નથી ભર્યા. રિપોર્ટમાં હાલમાં જ પૂર્ણ થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન અફગાન રાષ્ટ્રીય સુરક્ષા દળોની કામગીરીના પણ વખાણ કર્યા છે.

English summary
US army Pentagon confirms that Pakistan is using terrorists against superior indian army.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X