US Deported indian : અમેરિકા વધુ 487 ભારતીયોને પરત મોકલશે, જાણો શું કહ્યું સરકારે?
US Deported indian : હાલમાં જ 104 લોકોને અપમાનજનક રીતે ભારત મોકલ્યા બાદ હવે અમેરિકાએ વધુ 487 લોકોને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી છે.
આ ગેરકાયદે અમેરિકામાં રહેતા ભારતીયોને દેશ પરત મોકલવાની માહિતી ખુદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી.

તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ભારતને 487 સંભવિત ભારતીય નાગરિકોની યાદી આપી છે અને તેમના અંતિમ દેશનિકાલ આદેશો જારી કરવામાં આવ્યા છે.
બીજી તરફ ભારત સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે, ભારતે અમેરિકી સરકારને સ્પષ્ટ કર્યું છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો આવા કોઈ દુર્વ્યવહારની જાણ થશે તો ભારત તાત્કાલિક તે મુદ્દાને હાઈ લેવલે ઉઠાવશે.
વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતા ઇકોસિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે.
જણાવી દઈએ કે, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને લઈને ગુજરાત પોલીસ દ્વારા નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એજન્ટોની માહિતી એકત્રિત કરવા અને ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર ઇમિગ્રેશન એક ગંભીર મુદ્દો છે, જે બંને દેશોની સુરક્ષા અને કાનૂની વ્યવસ્થાને અસર કરે છે. ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે સહકાર આપી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતા નેટવર્ક સામે કાર્યવાહી કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
