અમેરિકાના ડ્રોન હુમલામાં ઈસ્લામિક સ્ટેટ સીરિયાના વડાનું મોત, પેન્ટાગોને પૃષ્ઠી કરી!
અમેરિકાના ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયાના વડાનું મોત થયુ હોવાના અહેવાલ છે. પેન્ટાગોને આ અંગે માહિતી આપી છે.
દમિશ્ક : અમેરિકાના ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયાના વડાનું મોત થયુ હોવાના અહેવાલ છે. પેન્ટાગોને આ અંગે માહિતી આપી છે. અમેરિકી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો ટોચનો નેતા મહેર-અલ-અગલ આજે સવારે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.

ઈસ્લામિક સ્ટેટ સીરિયા ચીફનું ડ્રોન હુમલામાં મોત
પેન્ટાગોન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ એએફપીને જણાવ્યું કે મહેર અલ-અગલ સીરિયામાં જિંદ્યારિસ નજીક બાઈક પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ડ્રોન હુમલો થયો અને તે ત્યાં માર્યો ગયો. તેનો એક સહયોગી ઘાયલ હોવાના પણ અહેવાલ છે.

ટોચના નેતા હતા મહેર-અલ-અગલ
મહેર અલ-અગલ ISISના ટોચના ચાર નેતાઓમાંનો એક હતો. નિવેદન અનુસાર, મહેર અલ-અગલના એક સહયોગીને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તે માર્યો ગયો કે ઘાયલ થયો.

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે પુષ્ટિ કરી
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે પણ પુષ્ટિ કરી છે કે ઈસ્લામિક સ્ટેટના ટોચના નેતા એક અલગ ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. સીરિયન સિવિલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે અલેપ્પોની બહાર એક મોટરસાઇકલને નિશાન બનાવતા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ છે, પરંતુ પીડિતોની ઓળખ કરી નથી.

5 મહિના પછી હુમલો
મળતી માહિતી મુજબ, આ હુમલો ઉત્તરી સીરિયાના અતમે શહેરમાં અમેરિકાના હુમલાના પાંચ મહિના પછી થયો છે, જેમાં ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ ઇબ્રાહિમ અલ-કુર્શી માર્યા ગયા હતા. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે કુરેશીનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેણે બચવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
