For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બિડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસના નામનુ કર્યુ એલાન

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કમલા હેરિસનુ નામ પસંદ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કમલા હેરિસનુ નામ પસંદ કર્યુ છે. આવુ પહેલી વાર છે જ્યારે એક અશ્વેત મહિલાને દેશની સૌથી મોટી પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. આ બાબતે જો બિડેને કહ્યુ કે મને આ વિશે ઘોષણા કરતા ગર્વ થઈ રહ્યો છે કે કમલા હેરિસ કે જે નિર્ભિક યોદ્ધા છે, દેશની સેવામાં જોડાયેલી શાનદાર મહિલા, તે મારા સહયોગી તરીકે ઉમેદવાર હશે. તમારી સાથે મળીને ટ્રમ્પને હરાવીશુ.

કમલા હેરિસનો ભારત સાથે પણ સંબંધ છે

કમલા હેરિસનો ભારત સાથે પણ સંબંધ છે

ઉપરાષ્ટ્રપદના ઉમેદવાર પસંદ કરાવા પર કમલા હેરિસે કહ્યુ કે જે બિડેન દેશને એકજૂટ કરી શકે છે કારણકે તેમણે પોતાની જિંદગી આપણા માટે ગુજારી છે. રાષ્ટ્રપતિ તરીકે તે એવા અમેરિકાનુ નિર્માણ કરશે કે જે આપણા સિદ્ધાંતોનો દેશ હશે. હું તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શામેલ થઈને સમ્માનિત અનુભવુ છુ. હું તેમને પોતાના કમાન્ડર ઈન ચીફ બનાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશ. તમને જણાવી દઈએ કે કમલા હેરિસનો ભારત સાથે પણ સંબંધ છે પરંતુ મૂળ રીતેતે ભારતીય-જમાઈકા મૂળથી આવે છે.

આજ સુધી કોઈ પણ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત નથી કર્યા

આજ સુધી કોઈ પણ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત નથી કર્યા

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે વાર કોઈ મહિલાનુ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવામાં આવી ચૂક્યુ છે. વર્ષ 2008માં રિપબ્લકન પાર્ટીએ સારા પેલિનને અને 1984માં ડેમોક્રેટિક પાર્ટીએ ગિરાલડિન ફેરારોને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે બંને વાર તેમને જીત મળી શકી નહોતી. મહત્વની વાત એ છે કે અમેરિકાના બંને મુખ્ય પક્ષોએ આજ સુધી કોઈ પણ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત નથી કર્યા અને ના આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી શક્યા છે.

કેલિફોર્નિયાના અટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે કમલા હેરિસ

કેલિફોર્નિયાના અટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે કમલા હેરિસ

કમલા હેરિસ કેલિફોર્નિયાના સાંસદ છે અને એક સમયે જો બિડેનને રાષ્ટ્રપતિ પદ તરીકે પણ પડકાર આપી ચૂક્યા છે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી તેમનુ નામ હટાવી દેવામાં આવ્યુ તો તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કમલા કેલિફોર્નિયાના અટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે અને પોલિસી સુધારના હંમેશાથી સમર્થક રહ્યા છે. તમને જણાવી દઈએ કે 3 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે. આ વખતે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જે બિડન સામસામે છે. માઈક પેન્સ કે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે તેમને ટ્રમ્પના ઉપરાષ્ટ્રપિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સંજય દત્તને ત્રીજા સ્ટેજનુ લંગ કેન્સર, ઈલાજ માટે જઈ રહ્યા છે અમેરિકાસંજય દત્તને ત્રીજા સ્ટેજનુ લંગ કેન્સર, ઈલાજ માટે જઈ રહ્યા છે અમેરિકા

English summary
US elections: Joe Biden has named Indian-origin senator Kamala Herris as vice-president.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X