For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US સાંસદે પણ લીધી ગુજરાતના વિકાસની નોંધ, મોદીની વાહ..વાહ...

|
Google Oneindia Gujarati News

narendra-modi
વોશિંગટન, 15 ફેબ્રુઆરીઃ અમેરિકાના એક સાંસદે અમેરિકન સરકારને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદૃષ્ટિ અને વિચારોનું એવું કહીને ખુલ્લુ અને પૂર્ણરીતે સમર્થન કર્યું છે કે, તેમના અસાધારણ નેતૃત્વના કારણે તેમનું રાજ્ય દેશની આર્થિક મહાશક્તિ છે.

અમેરિકન સાંસદ એપ એન ફાલેઓમાવેગાએ બુધવારે અમેરિકાન સંસસદના પ્રતિનિધિ સભામાં આપેલા પોતાના સંબોધનમાં કહ્યું કે આવી સફળતા સાથે હું એવી આશા કરું છું કે અમેરિકાન હવે ગુજરાત પ્રત્યે નવી દૃષ્ટિ અપનાવશે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્ણ અને ખુલ્લી રીતે સમર્થન કરશે કારણ કે તે આખા વિશ્વના લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા ઘરેલુ અને વિદેશોમાં નોકરીઓ સુજિત કરીને વિશ્વની અર્થવ્યવસ્થાને સારી બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યાં છે.

અમેરિકન પ્રતિનિધિસભામાં નોન વોટિંગ પ્રતિનિધિ ફાલેઓમાવેગા અમેરિકી કોંગ્રેસમાં અમેરિકા સામોઆનું પ્રતિનિધિત્વ કરે છે અને તે એશિયા, પ્રશાંત અને વૈશ્વિક પર્યાવરણના હાઉસ ફોરેન અફેયર્સ સબકમિટીમાં ડેમોક્રેટિક રેન્કિંગના સભ્ય છે. તે અમેરિકા કોંગ્રેસના એકમાત્ર સભ્ય છે, જે 113મી કોંગ્રેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ખુલ્લી રીતે સમર્થન કરી રહ્યાં છે.

ફાલેઓમાવેગાએ કહ્યું કે મોદીની દૂરદૃષ્ટિ અસાધારણ છે, તેમનું નેતૃત્વ અસાધારણ છે. તેમણે કહ્યું કે તેમના અસાધારણ નેતૃત્વના કારણે ગુજરાત હવે આર્થિક શક્તિ છે, ફોર્ડ અને જનરલ મોટર્સ જેવી કંપનીઓ ત્યાં ફેક્ટરી લગાવી રહી છે. આ એક મોટું પગલું છે, જો અમેરિકા, ભારત વ્યાપાર અને નિવેશને મજબૂતી પ્રદાન કરવાનું વચન આપે છે.

English summary
An American lawmaker has asked the US government to support openly and fully the vision and ideas of Gujarat Chief Minister Narendra Modi, observing that because of his extraordinary leadership his state is now an economic powerhouse of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X