For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ માન્યુ- 'મોદી દેશમાં કરશે એક નવા યુગની શરૂઆત'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે નરેન્દ્ર મોદીને દૂરદ્રષ્ટિવાળા શખ્શ બતાવતા કહ્યું કે તેઓ ભારતમાં એક નવા યુગની શરૂઆત કરશે.

અમેરિકન સાંસદ એફએચ ફૈલોમાવેગાએ અમેરિકન પ્રતિનિધિ સભામાં જણાવ્યું, 'મોદી એક દૂરદ્રષ્ટિવાળા વ્યક્તિ છે. તેઓ ભારતના પ્રત્યેક નાગરિકની સાથે મળીને કંઇ ખાસ કરીશે. ભારતને તેની નિર્ધારીત તકદીર મળશે. એમાં કોઇ શંકા નથી કે વડાપ્રધાન મોદી ભારતના નવા યુગની શરૂઆત કરશે. મોદી 21 સદીને ભારતની સદી બનાવશે. આ તેમનું ભાગ્ય છે.'

અમેરિકન સમાઓથી સાંસદ ફૈલોમાવેગાએ જણાવ્યું કે 'તે અહી પર ભારતના હવે પછીના વડાપ્રધાનને આપવા માટે ઊભા થયા છે, જેમણે એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીની 16 મે 2014ના રોજ જીત થઇ અને સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ એવું પહેલીવાર થયું, જ્યારે દેશમાં એક ગેર કોંગ્રેસી પાર્ટીને પોતાના બળ પર બહુમત હાસલ થયો, એનું કારણ નરેન્દ્ર મોદી છે.'

modi
ફૈલોમાવેગા પહેલા એવા સાંસદ નથી કે જેમણે નરેન્દ્ર મોદીની જીત પર આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમના પહેલા જ્હોન મેક્નેને પણ મોદીને તેમની આ વિશાળ જીત પર એક શુભેચ્છા સંદેશ આપ્યો હતો, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક મજબૂત દેશ બનશે.

ફેલોમાવેગાએ જણાવ્યું કે તે નરેન્દ્ર મોદીના એ સાહસની સરાહના કરે છે જેમાં તેમણે એક બર્બાદ થઇ રહેલા દેશને બચાવવા માટે પરિવર્તનનો અવાજ ઉઠાવ્યો. હું તેમના નેતૃત્વનો કાયલ છું અને તેમની જીત ભારતના લોકોની જીત છે.

ફૈલોમાવેગા અનુસાર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી માત્ર ભારત બલકે અમેરિકાના ઇતિહાસ માટે પણ એક નવો અધ્યાય શરૂ થશે. ફૈલોમાવેગા અનુસાર અમેરિકાએ મોદીના સન્માનને ઇજા પહોંચાડવાની કોશિશ કરી પરંતુ તેમ છતાં તેમને એક મોટી જીત હાસલ થઇ ગઇ છે.

English summary
US lawmaker says Narendra Modi is a man of vision and will start a new era in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X