For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહને આમંત્રણ આપવું શરીફનું સકારાત્મક પગલું : US

|
Google Oneindia Gujarati News

us pakistan india
વોશિંગ્ટન, 14 મે : અમેરિકાએ સોમવારે જણાવ્યું કે ભારતના પ્રધાનમંત્રીને પાકિસ્તાન આવવા માટે આમંત્રિત કરવાનો નવાઝ શરીફનો નિર્ણય એક 'સકારાત્મક સંકેત' છે. નવાઝ શરીફે સામાન્ય ચૂંટણીમાં બહુમતિ મેળવી જીત્યાબાદ પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો જરૂર સુધરશે અને અમારે તેના માટે 1999થી યાત્રા શરૂ કરવી પડશે. શરીફે મનમોહનસિંહને તેમની શપથવિધિમાં હાજરી આપવા આમંત્રિત કર્યા હતા.

બીજી બાજુ અધિકારીઓએ આ વાતની ખરાઇ કરી છે કે અમેરિકાના વિદેશમંત્રી જોન કેરીએ પાકિસ્તાનના નવનિયુક્ત નેતા નવાઝ શરીફને ફોન કરીને તેમની ચૂંટણી સફળતા માટે શુભેચ્છા આપી છે.

વિદેશ મંત્રાલયનું પ્રવક્તા પદ સંભાળ્યા બાદ પોતાના પહેલી પત્રકાર પરિષદ સંબોધતા જેન સકીએ કહ્યું કે 'અમે તે ટિપ્પણીઓ જોઇ છે. હું તેના પર વધારે વિશ્લેષણ કરવા નથી માંગતી પરંતુ આ એક સકારાત્મક પગલું છે. નવી સરકાર બન્યા બાદ અમે તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ.'

શરીફ દ્વારા પોતાના શપથ ગ્રહણ સમારંભમાં મનમોહન સિંહને બોલાવ્યા બાદ પૂછવામાં આવેલ જવાબમાં જેને આ વાતો કરી. તેમણે જણાવ્યું કે વિદેશમંત્રીએ ગઇકાલે ફોન કરીને ચૂંટણીમાં શાનદાર જીત પર શુભેચ્છાઓ આપી હતી.

English summary
Nawaz Sharif's decision to invite Prime Minister Manmohan Singh to Pakistan is a “positive sign”, said United States.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X