For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી. અહીં તેમણે દીવો પ્રગટાવ્યો અને ભારત સાથે અમેરિકાના સંબંધોને ‘સ્વતંત્રતા, સમૃદ્ધતા અને શાંતિનું પ્રતીક ગણાવ્યા.'

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી. અહીં તેમણે દીવો પ્રગટાવ્યો અને ભારત સાથે અમેરિકાના સંબંધોને 'સ્વતંત્રતા, સમૃદ્ધતા અને શાંતિનું પ્રતીક ગણાવ્યા.' વળી, ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાની દોસ્તીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ કે તેઓ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે વાતચીત આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. વળી, ટ્રમ્પે ભારતને વેપારની દ્રષ્ટિએ એક સારા વાટાઘાટકાર ગણાવ્યા. વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીના પ્રસંગે ભારતીય એમ્બેસેડર નવતેજ સરના અને બીજા ઘણા ભારતીય અધિકારીઓ હાજર હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દિવાળી સેલિબ્રેશનના ફોટા પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યા છે.

આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'

ભારત અને અમેરિકાના સંબંધો ઘણા ઊંડા

ભારત અને અમેરિકાના સંબંધો ઘણા ઊંડા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, ‘ભારત સાથે અમેરિકાના ઊંડા સંબંધો અને પ્રધાનમંત્રી સાથેની મારી દોસ્તી માટે હું આભારી છુ.' પોતાના આ નિવેદન સાથે ટ્રમ્પે ઐતિહાસિક રુઝવેલ્ટ રૂમમાં દીવો પણ પ્રગટાવ્યો. આ સતત બીજી વાર છે જ્યારે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ભારતના સૌથી મોટા તહેવાર દિવાળીને ભારતીય-અમેરિકીઓ વચ્ચે મનાવ્યો છે. ટ્રમ્પે કહ્યુ, ‘અમેરિકા, વેપારના મુદ્દે ભારત સાથે શ્રેષ્ઠ ડીલ કરવાના ઘણા પ્રયત્નો કરી રહ્યુ છે. તેઓ ઘણા સારા વાટાઘાટાકાર છે અને જો હું કહુ તો સર્વશ્રેષ્ઠ છે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.'

ચાલુ છે વેપાર પર વાતચીત

ચાલુ છે વેપાર પર વાતચીત

ટ્રમ્પે આ સાથે ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલ વેપારી સમજૂતીઓ તરફ પણ ઈશારો કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પ્રશાસનના લગભગ બે ડઝન ભારતીય-અમેરિકી અધિકારીઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે ભારતીય એમ્બેસેડર નવતેજ સરના, તેમના પત્ની ડૉક્ટર અવિના સરના અને તેમના વિશેષ સહાયક પ્રતીક માથુરને પણ વ્હાઈટ હાઉસમાં યોજાયેલ દિવાળી કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા હતા. ટ્રમ્પે કહ્યુ કે ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે. તેમણે એ દાવો પણ કર્યો કે આજે ભારત અને અમેરિકા જેટલા નજીક છે એટલા પહેલા નહોતા.

ભારતથી પ્રેમ અને પીએમ મોદી માટે સમ્માન

ભારતથી પ્રેમ અને પીએમ મોદી માટે સમ્માન

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને કહ્યુ, ‘અમે આપના દેશને પ્રેમ કરીએ છીએ. મારા હ્રદયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ઘણુ સમ્માન છે. તમે મારા તરફથી તેમને મારુ અભિવાદન આપજો. તેમને જણાવજો કે હું ટૂંક સમયમાં તેમની સાથે વાત કરીશ.' સરનાએ આના જવાબમાં કહ્યુ કે પ્રધાનમંત્રી તેમની સાથે યોજાનાર બેઠક સામે જોઈ રહ્યા છે. મોદી અને ટ્રમ્પ આ મહિનાના અંતમાં આર્જેન્ટીનામાં યોજાનાર જી-20 શિખર સંમેલનમાં મળી શકે છે. આ પ્રસંગે ટ્રમ્પ પ્રશાસનના ખાસ ભારતીય-અમેરિકી અધિકારીઓ હાજર હતા જેમાં વિદેશ વિભાગમાં તૈનાત મનીષા સિંહ, ફેડરલ કમ્યુનિકેશન કમિશન અજિત પાઈ, મેડિકેર અને મેડિકએડ સર્વિસિઝના પ્રમુખ સીમા વર્મા, ડ્રગ એનફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાં કાર્યવાહક અધિકારી ઉત્તમ ઢિલ્લોન અને વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ હાજર હતા.

આ પણ વાંચોઃ પંડિત નહેરુના જન્મદિન પર પીએમ મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ પંડિત નહેરુના જન્મદિન પર પીએમ મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

English summary
US President Donald Trump celebrates Diwali at White House lights a diya and calls India very good negotiators in trade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X