અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાની નવી નીતિઓને આપી મંજૂરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર નવા નિયમોનું એલાન કરી દીધુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર નવા નિયમોનું એલાન કરી દીધુ છે. બુધવારે ટ્રમ્પ પ્રશાસન તરફથી નવી વિઝા નીતિનું એલાન કરવામાં આવ્યુ છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવુ છે કે નવી નીતિ કુશળ અને યોગ્ય પ્રોફેશનલ્સને અમેરિકામાં આકર્ષિત કરવામાં સફળ રહેશે. નવી નીતિ હેઠળ યુએસ સીટિઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીઝ (યુએસઆઈએસ) ને રેગ્યુલર કેમ્પ અને એડવાન્સ ડિગ્રીની મદદથી એપ્લીકન્ટ્સની પસંદગી કરવાની આઝાદી મળી શકશે.

1 એપ્રિલથી પ્રભાવી નવી નીતિ
ટ્રમ્પ પ્રશાસનનો હેતુ એ વિદેશી કામદારોને મોટો મોકો આપવાનો છે જેમણે અમેરિકામાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવુ છે કે આ નવા નિયમ વધુ પ્રભાવશાળી છે. આ ઉપરાંત આ નવા નિયમોમાં હવે એપ્લીકન્ટ્સ પાસે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનનો પણ મોકો હશે. ગુરુવારે જારી ફેડરલ રજિસ્ટરમાં કહેવામાં આવ્યુ છે કે નવી નીતિ એક એપ્રિલથી લાગુ થઈ જશે. વળી, યુએસસીઆઈએસનું કહેવુ છે કે વર્ષ 2020ના નાણાંકીય વર્ષ માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
એમ્પ્લોયર્સ માટે સકારાત્મક નિર્ણય
યુએસસીઆઈએસના નિર્દેશક ફેંસિસ સિસાનાએ કહ્યુ કે આ સાધારણ અને સ્માર્ટ ફેરફાર એ એમ્પ્લોયર્સ માટે સકારાત્મક નિર્ણય હશે જે વિદેશી કામદારોને નિયુક્ત કરવા ઈચ્છે છે. વળી, એજન્સી નિર્ણાયકોને મદદ મળશે અને એચ-1બી વિઝા પ્રોગ્રામ કાર્યને વધુ સારો બનાવશે. આ મહિનાની શરૂઆતમાં જ ટ્રમ્પે કહ્યુ હતુ કે તે એચ-1બી વિઝા પ્રણાલીમાં ફેરફાર લાવવા ઈચ્છે છે જેથી આવા વિઝા ધારક દેશમાં રોકાઈ શકે અને પોતાની નાગરિકતાના પ્રયાસમાં ઝડપ લાવી શકે. એચ-1બી વિઝા ભારતીય આઈટી વ્યવસાયકારોમાં ખૂબ લોકપ્રિય છે. આ નોન ઈમિગ્રન્ટ વિઝા અમેરિકી કંપનીઓને ખાસ વ્યવસાયોમાં વિદેશી કામદારોને નિયુક્ત કરવાની અનુમતિ આપે છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
