For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Presidential Inauguration 2021: અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બન્યા Joe Biden

US Presidential Inauguration 2021 LIVE: અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બન્યા Joe Biden

|
Google Oneindia Gujarati News

US Presidential Inauguration 2021 LIVE Updates: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ચાલેલા બીજા મહાભિયોગ બાદ કેપિટોલ બિલ્ડિંગમાં ભારે ઉત્પાત મચ્યો હતો. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું જ્યારે કોઈ પ્રેસિડેન્ટના સમર્થનમાં કેપિટોલ બિલ્ડિંગમાં હિંસા ભડકાવવામાં આવી હોય, સંસદની ગરીમાનો ભંગ કરવામાં આવ્યો હતો અને અમેરિકાના સંવિધાનને કચડવાના અથાગ પ્રયત્નો થયા હતા, કેટલાક ઑફ ડ્યૂટી પોલીસ ઑફિસર્સ પણ આ હિંસામાં સામેલ હતા. આ બધાને વચ્ચે હવે 20 જાન્યુઆરીએ જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે.

joe biden

આ ઈનોગ્રેશન કાર્યક્રમમાં લેડી ગાગા અને જેનિફર લોપેજ પણ પરફોર્મ કરશે, લેડી ગાગા રાષ્ટ્રીય ગીત ગાશે જ્યારે જેનિફર લોપેઝ મ્યૂઝિકલ પરફોર્મન્સ આપશે. લાઈવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે...

Newest First Oldest First
11:03 PM, 20 Jan

કમલા હેરિસે રાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી મહિલા, પહેલી અશ્વેત અને પહેલી દક્ષિણ એશિયા ઉપાધ્યક્ષ બનવાનો ઈતિહાસ બનાવ્યો છે. તેમની સાથે જ તેમના પતિ ડગ એમહૉફે પણ ઈતિહાસ રચ્યો છે, જેઓ અમેરિકાના પહેલા પુરુષ બન્યા છે.
11:02 PM, 20 Jan

બિડેને કહ્યું કે આજે અમેરિકાને પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ મળી છે. તેમણે હાલમાં જ યૂએસ કેપિટલ પર થયેલ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી હિંસા ક્યારેય નહિ થાય.
10:55 PM, 20 Jan

અમેરિકાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આપણે આના માટે વધુ મજબૂત થયા છીએ. આપણે આપણા ગઠબંધનોની મરમ્મત કરશું અને એકવાર ફરીથી જોડાશું. વિતેલા કાલના પડકારોને પૂરા કરવા માટે નહિ બલકે આજ અને આવતા કાલના પડકારો માટે. આપણે આપણી શક્તિના ઉદાહરણથી નહિ બલકે આપણા ઉદાહરણની શક્તિથી આગળ વધશુંઃ અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેન
10:46 PM, 20 Jan

જો બિડેન બોલ્યા- હું અમેરિકાના બધા લોકોનો પ્રેસિડેન્ટ છું. હું એમનો પણ પ્રેસિડેન્ટ છું જેમણે મને વોટ નથી આપ્યો. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું.
10:45 PM, 20 Jan

પ્રેસિડેન્ટ બિડેને કહ્યું કે આપણે જિંદગીમાં ઘણા પડકારો જોયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે, બધા જ પડકારો માટે.
10:44 PM, 20 Jan

હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છુંઃ જો બિડેન
10:42 PM, 20 Jan

આપણે ગતિ અને તત્પરતા સાથે આગળ વધશું, આ શિયાળામાં આપણે જોખમ અને મહત્વપૂર્ણ અવસરો માટે ઘણું કરવાનું છેઃ જો બિડેન
10:38 PM, 20 Jan

પ્રેસિડેન્ટ જો બિડેને અમેરિકીઓને આહ્વાન કર્યું કે તેઓ દેશ સામે આવનાર અસાધારણ પડકારોને દૂર કરવા માટે એક સાથે આવે.
10:37 PM, 20 Jan

આજે આપણે જીતનો જશ્ન એક ઉમેદવારની નહિ બલકે લોકતંત્રનો મનાવી રહ્યા છીએ. લોકોની ઈચ્છાને સાંભળવામાં આવી અને લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખવામાં આવી છે. આપણે ફરી સીખ્યા છીએ કે લોકતંત્ર કીમતી છે. લોકતંત્ર નાજુક છે. અને આ સમયે મારા મિત્રો લોકતંત્ર પ્રબળ થયું છેઃ જો બિડેન
10:28 PM, 20 Jan

જો બિડેનના સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં તેમના પદભાર ગ્રહણ કરવા પર મારી હાર્દિક શુભકામના. હું ભારત- અમેરિકા રણનૈતિક સમજદારીને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવાનો ઈંતેજાર કરી રહ્યો છું.
10:22 PM, 20 Jan

આ અમેરિકાનો દિવસ છે, આ લોકતંત્રનો દિવસ છે, આ ઈતિહાસ અને આશાઓનો દિવસ છેઃ જો બિડેન
10:18 PM, 20 Jan

જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લઈ રહ્યા છે.
10:13 PM, 20 Jan

જેનિફર લોપેજ મ્યૂઝિકલ પરફોર્મન્સ આપી રહી છે.
10:12 PM, 20 Jan

કમલા હૈરિસે વાઈસ પ્રેસિડેન્ટ પદના અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા
10:12 PM, 20 Jan

જો બિડેનના શપથ સમારોહમાં લેડી ગાગાએ નેશનલ એંથમ પ્રસ્તુત કર્યું
10:08 PM, 20 Jan

જો બિડેન મંચ પર પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ તેઓ અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લેશે
10:06 PM, 20 Jan

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મુજબ વૉશિંગ્ટન રીગન નેશનલ એપોર્ટ પર વાણિજ્યિક ઉડાણો પર પ્રતિબંધ યથાવત રહેશે
9:55 PM, 20 Jan

કેપિટોલમાં કમલા હૈરિસ અને તેમના પતિ ડગ એમહૉફ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કરી રહ્યા છે
9:44 PM, 20 Jan

ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સમારોહમાં પહોંચ્યા હતા.
9:36 PM, 20 Jan

હેરિસ અને માયા ઘણીવાર શાળા પછી શેલ્ટનના ઘરે જતા, જ્યારે તેની માતા હજી પણ સ્તન કેન્સર સંશોધનકાર તરીકે કાર્યરત છે.
9:36 PM, 20 Jan

ઐતિહાસિક દિવસે કમલા હેરિસે બે બાઇબલ પર શપથ લીધા, જેમાંથી એક હેરિસ અને તેની બહેન માયાની બીજી માતા રેગીના શેલ્ટન દ્વારા આપવામાં આવી હતી.
9:35 PM, 20 Jan

કમલા હેરિસે 'બીજી માતાના બાઇબલ' પર શપથ લીધા.
9:30 PM, 20 Jan

યુનાઇટેડ સ્ટેટ્સ: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને યુએસ કેપિટલમાં પહોંચ્યા 2016 ની લોકશાહી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન.
9:27 PM, 20 Jan

યુનાઇટેડ સ્ટેટ્સ: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બીડેન અને તેમની પત્ની જિલ બિડેન, અને ઉપરાષ્ટ્રપતિ-ચૂંટાયેલા કમલા હેરિસ અને તેના પતિ ડોગ એમહોફ યુએસ કેપિટોલ પહોંચ્યા.
9:09 PM, 20 Jan

જો બિડેનએ પદના શપથ લેતા પહેલા ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે આજે અમેરિકામાં એક નવો દિવસ છે.
9:08 PM, 20 Jan

યુનાઇટેડ સ્ટેટ્સ: પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા જો બીડેનના શપથગ્રણ માટે યુએસ કેપીટલમાં પહોંચ્યા હતા.
9:07 PM, 20 Jan

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બીડેનને અભિનંદન આપતાં કહ્યું હતું કે - હવે તમારો સમય છે.
8:39 PM, 20 Jan

વ્હાઈટ હાઉસ છોડતાં ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- ચાર વર્ષ સારાં રહ્યાં, ઘણું હાંસલ કર્યું
8:15 PM, 20 Jan

જો બિડેનના શપથ સમારોહમાં પૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ અને બરાક ઓબામા સામેલ થશે.
8:00 PM, 20 Jan

શપથ પહેલાં બિડેને ટ્વીટ કરી લખ્યું- આ અમેરિકાનો એક નવો દિવસ છે.
READ MORE

English summary
US President Joe Biden Inauguration 2021 LIVE Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X