જાણો, ઓબામા સિવાય કોણે પહેર્યો છે બે વખત પ્રમુખ પદનો તાજ
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બરાક ઓબામાએ 303 મતો મેળવ્યા છે. આ સામે મિટ રોમની માત્ર 203 મતો મેળવી શક્યા છે. પ્રેસિડેન્ટ બનવા માટે જરૂરી 270નો જાદુઇ આંક ઓબામાએ ખૂબ ઝડપથી મેળવી લીધો હતો. આમ, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા ફરી ચૂંટાઇ આવ્યા છે. બરાક ઓબામાની જીતનો જશ્ન તેમના સમર્થકોએ મનાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે અમેરિકામાં અત્યારસુધી એવા કેટલાં રાષ્ટ્રપતિ છે જે બીજી વખત ચૂંટાઇ આવ્યા છે. આ યાદીમાં હવે ઓબામા પણ છે. જ્યારે માત્ર ફ્રેન્કલિન રૂસવેલ્ટ જ ચાર વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવામાં સફળ નીવડ્યા છે.
મંદી, આતંકવાદ અને વાવાઝોડાની માર સહી ગયેલા અમેરિકાને સતત મજબૂત સ્થિતિમાં રાખવા બદલ બરાક ઓબામા અમિરકનોનો વિશ્વાસ જીતવામાં બીજી વખત સફળ રહ્યાં છે. જો કે, તેઓ પહેલા રાષ્ટ્રપતિ નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટાયા હોય. તેમના પહેલા જ્યોર્જ બુશ અને બીલ ક્લિન્ટન પણ પોતાની બે ટર્મ પૂરી કરી ચૂક્યા છે. ચાલો ત્યારે એક નજર નાંખીએ બે ટર્મ પૂરી કરનારા અત્યારસુધીના અમેરિકન રાષ્ટ્રપતિની યાદી પર..
અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમની બે ટર્મ

અબ્રાહમ લિંકન
અબ્રાહમ લિંકન- તેઓ બે વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. પહેલી વાર તેઓ 1860માં રાષ્ટ્રપતિ બન્યા હતા જ્યારે બીજી વખત તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

જ્યોર્જ વોશિંગટન
જ્યોર્જ વોશિંગટન
30 એપ્રિલ 1789--- 4 માર્ચ 1797
થોમસ જેફ્ફરસન
થોમસ જેફ્ફરસન
4 માર્ચ 1801--- 4 માર્ચ 1809
જેમ્સ મેડિસન
જેમ્સ મેડિસન
4 માર્ચ 1809---- 4 માર્ચ 1817

જેમ્સ મોનરે
જેમ્સ મોનરે
4 માર્ચ 1817------ 4 માર્ચ 1825

એન્ડ્ય્રુ જેક્સન
એન્ડ્ય્રુ જેક્સન
4 માર્ચ 1829---- 4 માર્ચ 1837
યુલાયસેસ ગ્રાન્ટ
યુલાયસેસ ગ્રાન્ટ
4 માર્ચ 1869--- 4 માર્ચ 1877
ગ્રોવર ક્લેવલેન્ડ
ગ્રોવર ક્લેવલેન્ડ
4 માર્ચ 1885--- 4 માર્ચ 1889

વૂડ્રો વિલસન
વૂડ્રો વિલસન
4 માર્ચ 1913--- 4 માર્ચ 1921

ડ્વાઇટ એઇશન્હોર
ડ્વાઇટ એઇશન્હોર
20 જાન્યુઆરી 1953 ---- 20 જાન્યુઆરી 1961

રોનાલ્ડ રેગન
રોનાલ્ડ રેગન
20 જાન્યુઆરી 1981 ---- 20 જાન્યુઆરી 1989

બિલ ક્લિન્ટન
બિલ ક્લિન્ટન
20 જાન્યુઆરી 1993 ---- 20 જાન્યુઆરી 2001

જ્યોર્જ બુશ
જ્યોર્જ બુશ
20 જાન્યુઆરી 2001 ---- 20 જાન્યુઆરી 2009

બરાક ઓબામા
બરાક ઓબામા
20 જાન્યુઆરી 2009થી યથાવત












Click it and Unblock the Notifications
