'ભારત સાથે રક્ષા સહયોગ ચીન પર અંકુશ નહીં'

એશિયા અને પ્રશાંત સુરક્ષા મામલાના સહાયક રક્ષા મંત્રી માર્ક લિપર્ટે કહ્યું કે, ઐતિહાસિક કાર્ટર મેનન પહલના માધ્યમથી અમારા રક્ષા સહયોગને મજબૂત કરવા માટે ઓબામા પ્રશાસન ભારતમાં અમારા મિત્રો સાથે બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશના બનાવેલા સારા સંબંધોને આગળ વધારી રહ્યાં છે.
લિપર્ટ બુધવારે સીએસઆઇએસ જોર્જટાઉન અને અમેરિકન અધ્યયન કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત 'ધ રિબૈલેન્સઃ વન યર લેટર' પર બોલી રહ્યાં હતા.
પેંટાગન અધિકારીએ આ નીતિને લઇને ચીનને પણ શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. બૈજિંગે પુનર્સંતુલનને ઉભરતી એશિયન શક્તિને ઘેરવાનો પ્રયત્ન બતાવી તેની આલોચના કરી છે અને કહ્યું છે કે આ નીતિથી ચીન સાથે ભૂભાગીય વિવાદોમાં જાપાન, ફિલીપીન અને વિયેતનામને મજબૂતી મળી છે.
તેમણે કહ્યું કે, પુનર્સંતુલન ચીનને રોકવાની રણનીતિ નથી, પરંતુ ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધ વાસ્તવમાં સંતુલનનો મહત્વનો ભાગ છે.












Click it and Unblock the Notifications
