For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાના કારણે 1258 મોત, પહેલી વાર આવ્યા સારા સમાચાર

અમેરિકામાં શુક્રવારે કોરોના વાયરસ મહામારીના કારણે 1258 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં શુક્રવારે કોરોના વાયરસ મહામારીના કારણે 1258 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં હાલના દિવસોમાં મહામારીના કારણે મૃતકોનો આ સૌથી ઓછો આંકડો છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી ટ્રેકર તરફથી આ માહિતી આપવામાં આવી છે. આ નવા આંકડા બાદ અમેરિકામાં કોવિડ-19ના કારણે અત્યાર સુધી કુલ 51,017 લોકોના મોત થયા છે. આખી દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 197,246 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 2,830,082 લોકો આનાથી પ્રભાવિત છે.

coronavirus

જૉર્જીયાએ ટ્રમ્પને આપી ચેતવણી

મહામારીના કારણે દુનિયાના એક ચતુર્થાંશ મોત એકલા અમેરિકામાં જ થયા છે. હેલ્થ એક્સપર્ટસે કહ્યુ કે દેશમાં આગલા થોડા દિવસમાં સંક્રમણના કેસો અને મોતના આંકડાઓમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ શુક્રવારે અમેરિકાના જૉર્જિયામાં જિમ, હેર સલુન અને ટેટુ પાર્લર્સને ફરીથી ખોલવાની મંજૂરી આપી દેવામં આવી છે. આ ઉપરાંત બોલિંગ એલીઝ અને બીજા બિન જરૂરી બિઝનેસને પણ ખોલી દેવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, 'ગવર્નર બ્રાયન કેમ્પ બહુ ઉતાવળમાં છે અને રાજ્યને પરિણામ ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે ટ્વિટ કર્યુ અને લખ્યુ કે સ્પા, બ્યૂટી સલુન અને ટેટુ પાર્લર્સને ખોલી દેવામાં આવ્યા છે, તેમને થોડા ધીમે ધીમે આગળ વધારવા જોઈતા હતા.'

વિદેશ મંત્રી પોપેયોએ ચીને ગણાવ્યુ દોષિત

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ એક વાર ફરીથી કોરોના વાયરસ મહામારી માટે ચીનને દોષિત ગણાવ્યુ છે. પોપેયોએ કહ્યુ કે ચીનને અમેરિકી અર્થવ્યવસ્થા સાથે જ આખી દુનિયાની અર્થવ્યવસ્થા સામે વિશાળ પડકાર અને સંકટ પેદા કરવાની એક મોટી કિંમત ચૂકવવી પડશે. પોપેયોએ પોતાના થોડા દિવસો પહેલા આપેલા એક નિવેદનને પુનરાવર્તિત કર્યુ છે અને કહ્યુ કે ચીને કોરોના વાયરસ વિશે કોઈ માહિતી શેર ન કરી અને હવે સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ આની કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ પુલવામા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર, લૉકડાઉનમાં પણ ચાલી રહી છે અથડામણઆ પણ વાંચોઃ પુલવામા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર, લૉકડાઉનમાં પણ ચાલી રહી છે અથડામણ

English summary
US records 1258 death on Friday due to Coronvirus and its the lowest daily toll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X