પુતિન નાટો દેશોમાં પ્રવેશ કરશે તો યુએસ હસ્તક્ષેપ કરશે : જો બાઈડન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે.
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું કે, જો તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેને પ્રોત્સાહન મળશે. બાઈડને કહ્યું કે તેમની પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે યુક્રેનિયન લોકોની વેદનાને ઓછી કરવા માટે યુએસ માનવતાવાદી રાહત આપશે.

જો પુતિન નાટો દેશોમાં પ્રવેશ કરે છે તો અમે દરમિયાનગીરી કરીશું," બાડેને ગુરુવારે વ્હાઇટ હાઉસમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જણાવ્યું હતું. મને માત્ર એક જ વાતની ખાતરી છે કે જો અમે તેમને હવે નહીં રોકીએ તો તેમને પ્રોત્સાહન મળશે. જો હવે અમે તેમની સામે કડક પ્રતિબંધો નહીં લાદીએ તો તેમને પ્રોત્સાહન મળશે.
બાઈડને આ સમયગાળા દરમિયાન રશિયા સામે અનેક મોટા પ્રતિબંધો લાદવાની પણ જાહેરાત કરી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ એક મોટા સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુક્રેન પર રશિયન આક્રમણ વચ્ચે યુએસએ તેના નાટો સહયોગીઓની સુરક્ષા માટે ખાસ કરીને પૂર્વ યુરોપમાં વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. બાઈડને દાવો કર્યો હતો કે યુક્રેનમાં પુતિનની મહત્વાકાંક્ષાઓ વિશાળ છે. નોંધપાત્ર રીતે રશિયન સેનાએ ગુરુવારે યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, જે શુક્રવારે પણ ચાલુ છે.












Click it and Unblock the Notifications
