For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Syriastrikes : અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે એક સાથે કર્યો સિરીયા પર હુમલો

રશિયા અને ઇરાનને પાઠ ભણાવવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સિરીયા પર કર્યો હુમલો. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

અમેરિકા અને તેના સહયોગી દેશોએ બશર અલ અસદ સરકારને પાઠ ભણાવવા માટે સિરીયા પર એક સાથે હુમલો કર્યો છે. જે રીતે સિરીયામાં રાસાયણિક હથિયારોનું ઉપયોગ થયો હતો તેના વિરોધમાં સિરીયાને સજા આપવાના ભાગ રૂપે આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સાથે છે. ડોનાલ્ડ ટ્રંપ સિરીયા હુમલા પહેલા જાહેરાત કરી હતી. અને તે પછી સિરીયાની રાજધાની ડમાસ્કસમાં ભારે બોમ્બબારી કરવામાં આવી હતી. જે પછી ફરીથી સિરીયામાં યુદ્ધની શરૂઆત થઇ ગઇ હતી. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઇરાન અને રશિયાાને ચેતવણી આપી હતી કે તે પોતાના સહયોગી સાથે ઊભી છે. જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વ્હાઇટ હાઉસમાં યુદ્ધની જાહેરાત કરી તે પછી તરત જ સિરીયાની રાજધાનીમાં બોમ્બ ધડાકાનો અવાજ આવવા લાગ્યો.

plan

જે સાથે જ કોલ્ડ વોરની શરૂઆત પણ થઇ છે. ટ્રંપે કહ્યું કે રશિયાને હવે નિર્ણય લેવો પડશે કે તે આ અંધકાર ભરેલા રસ્તામાં તમામ અન્ય સભ્યો સાથે મળીને શાંતિની ભૂમિકા ભજવશે કે નહીં. નોંધનીય છે કે સિરીયામાં હાલમાં જ રાસાણિક હથિયારોનો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકોની મોત થઇ હતી. જે પછી ટ્રંપે ભાવુક થઇને એક ટ્વિટ પણ કરી હતી. અને આ માટે તેમણે રશિયા અને ઇરાનને જવાબદાર પણ ઠેરવ્યા હતા. અને સાથે જ કહ્યું હતું કે આ હુમલાની ભારે કિંમત તેમણે ચૂકવવી પડશે. જેના ભાગ રૂપ જ ટ્રંપે ફ્રાંસ અને બ્રિટન સાથે મળીને આ હુમલો કર્યો છે. જો કે આ હુમલા પછી એક રીતે રશિયા અને અમેરિકા ફરી કોલ્ડ વોર શરૂ થઇ ગયું હોવાનું મનાઇ રહ્યું છે.

English summary
USA Britain And France launched strike in Syria against chemical attack Trump warns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X