અમેરિકા: 'સેંડી' તોફાને 66 નો ભોગ લીધો, ગૂગલ પર એલર્ટ જાહેર

આ તોફાનને રોકવા માટે વહિવટી તંત્ર જોર-શોરથી તૈયારીમાં લાગી ગયું છે અને જાગૃત લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તોફાન સામે લડવાના રીતો અને બચાવ અંગેની ચર્ચા કરી રહ્યાં છે જેથી આ તોફાનમાં વધુમાં વધુ લોકો બચી શકે.
અમેરિકાના લોકો ટ્વિટર અને ફેસબુક પર કહી રહ્યાં છે કે જો તમને કોઇને પણ તોફાન અંગે માહિતી મળે તો તાત્કાલિક પોતાના મિત્રો અને સંબંધીઓને જાણકારી આપો.
આટલું જ નહી સૌથી લોકપ્રિય સર્ચ એન્જીન ગૂગલે પણ આ તોફાનનો સામનો કરવા માટે એક નકશો તૈયાર કર્યો છે. જેમાં તોફાન સંબંધી જાણકારી આપવા માટે પ્રભાવિત વિસ્તારોમાં વેબકેંપ અને સુરક્ષા શિબિર વિશે જાણકારી આપી છે. આ નકશા પર એક પ્રશ્નાવલિ પણ સામેલ છે જેના પર લોકો તોફાન સંબંધી પશ્નો પૂછી શકે છે.












Click it and Unblock the Notifications
