Video : હાઈજેક કરાયેલા જહાજમાંથી 21 ક્રુ મેમ્બરને રેક્સ્યુ કરાયા, કમાન્ડો ઓપરેશનનો વીડિયો સામે આવ્યો
સોમાલિયન ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા ભારતીય જહાજમાં સવાર 15 ભારતીય 21 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાની આ કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે.
ભારતીય નૌસેનાએ સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા MV લીલા નોર્ફોક જહાજમાં સવાર 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને બચાવી લીધા છે.

અપહરણ બાદ ભારતીય નૌસેનાએ સોમાલિયાના દરિયાકાંઠે ઓપરેશન શરૂ કર્યું અને ચાંચિયાઓને ચેતવણી આપી હતી. આ પછી કમાન્ડોએ નોર્ફોક જહાજ પર ઓપરેશન કરતા ચાંચિયાઓ ફરાર થઈ ગયા.
એક સંરક્ષણ અધિકારી અનુસાર, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.
નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું કે, કમાન્ડોએ જહાજની તપાસ કરી અને પુષ્ટિ કરી કે ત્યાં કોઈ અપહરણકર્તા નથી. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજના આગમન અને પેટ્રોલિંગ એરક્રાફ્ટની કડક ચેતવણી બાદ ચાંચિયાઓ ફરાર થઈ ગયા.
ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો શુક્રવારે લાઇબેરિયાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ એમવી લીલા નોરફોક પર ઉતર્યા અને ઓપરેશન હાથ ધર્યું હતું. નૌકાદળના INS ચેન્નાઈ સાથે કમાન્ડો નોર્ફોક જહાજ નજીક પહોંચ્યા હતા.
#IndianNavy’s Swift Response to the Hijacking Attempt of MV Lila Norfolk in the North Arabian Sea.
— SpokespersonNavy (@indiannavy) January 5, 2024
All 21 crew (incl #15Indians) onboard safely evacuated from the citadel.
Sanitisation by MARCOs has confirmed absence of the hijackers.
The attempt of hijacking by the pirates… https://t.co/OvudB0A8VV pic.twitter.com/616q7avNjg
આ સિવાય નૌકાદળે એમવી લીલા નોર્ફોકને હાઇજેક કર્યા બાદ શોધવા મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને લાંબા અંતરના પ્રિડેટર MQ9B ડ્રોન તૈનાત કર્યા હતા.
UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે ગુરુવારે MV લીલા નોર્ફોકના હાઇજેકની ઘટના વિશે માહિતી આપી હતી. UKMTO વ્યૂહાત્મક જળમાર્ગોમાં જહાજોની હિલચાલ પર નજર રાખે છે.












Click it and Unblock the Notifications
