Video : કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થતા 42 લોકોના મોત, ખૌફનાક વીડિયો સામે આવ્યો
Azerbaijan Plane Crash : દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી વચ્ચે કઝાકિસ્તાનથી માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વિમાન ક્રેશ થતા 42 લોકોના મોત થયા છે.
અહેવાલો અનુસાર, બાકુથી ગ્રોઝની તરફ જઈ રહેલુ અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન પશ્ચિમ કઝાકિસ્તાનમાં અક્તાઉ નજીક ક્રેશ થયું. આ વિમાનમાં સવાર 67 મુસાફરો અને પાંચ ક્રૂમાંથી 42 લોકોના મોત થયા છે. 25 લોકોનો બચાવ થયો છે.

હવે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાયેલું અને ક્રેશ સાઇટ પર ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.
કઝાક પરિવહન મંત્રાલયે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું કે, બાકુ-ગ્રોઝની રૂટ પર કાર્યરત અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન અક્તાઉ નજીક ક્રેશ થયું છે.
આ વિમાન એમ્બ્રેર 190 હતું. જેનો ફ્લાઈટ નંબર J2-8243 હતો. ખરાબ હવામાન અને ગ્રોઝનીમાં ગાઢ ધુમ્મસને કારણે એરક્રાફ્ટને અક્તાઉ તરફ ડ્રાયવર્ટ કરાયુ હતું. ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતા એરક્રાફ્ટ અક્તાઉથી અંદાજે 3 કિલોમીટર દૂર ક્રેશ થયું.
રશિયાની એવિએશન ઓથોરિટીએ પ્રાથમિક તપાસમાં પક્ષીઓની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરી છે. આનાથી પાયલટને ઈમરજન્સી લેન્ડિંગ કરવા ફરજ પડી.
अज़रबैजान एयरलाइंस का हवाई जहाज़ कजाकिस्तान में क्रैश हुआ!#airlines pic.twitter.com/136qrJ9nud
— Rahul Chaudhary (@rchaudhary_) December 25, 2024
ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી હતી અને આગ ઓલવવા અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઝડપી હતી. બચાવી લેવામાં આવેલા 25 લોકોમાંથી 22 લોકોને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
