Video: ઇમરાન ખાનને આ શખ્સે બચાવ્યા, લોકો કરી રહ્યાં છે બહાદુરીના વખાણ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર હુમલો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને 3 ગોળીઓ વાગી છે. હવે ઇમરાન ખાન હોસ્પિટલમાં દાખલ છે અને તેમની લાહોર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર હુમ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર હુમલો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને 3 ગોળીઓ વાગી છે. હવે ઇમરાન ખાન હોસ્પિટલમાં દાખલ છે અને તેમની લાહોર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર હુમલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સે ઇમરાનખાન પર ફાયરીંગ કરી રહેલા વ્યક્તિને પકડીને ઇમરાન ખાનનો જીવ બચાવ્યો છે.
આ ઘટનામાં ઈમરાન ખાન સિવાય પીટીઆઈના એક કાર્યકરના મોત અને 9 લોકોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. પીએમ શાહબાઝ શરીફે હુમલાની નિંદા કરી છે.

CCTV ફૂટેજમાં ફાયરિંગ કરતો દેખાય છે એક વ્યક્તિ
ફવાદ ચૌધરીના જણાવ્યા અનુસાર ઈમરાન ખાન પર એકે 47થી ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમને પગમાં ગોળી વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, ફૂટેજમાં દેખાતી બંદૂક એકે-47 હોવાનું જણાતું નથી. ફૂટેજમાં એક વ્યક્તિ બંદૂક ચલાવતો જોવા મળે છે. તે સ્થળ પરથી ભાગતો પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર આ તે વ્યક્તિ છે જેણે રેલીમાં ફાયરિંગ કર્યું હતું.
|
પાછળથી હુમલાને કર્યો નાકામ
હુમલાખોરે રસ્તા પર ઊભેલા કન્ટેનરને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ કન્ટેનર પર ઈમરાન ખાન ઉભા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કરનાર બંદૂકધારીનો હાથ પકડી લીધો હતો. આ પછી હુમલાખોર હાથ છોડાવીને ભાગવા લાગે છે. રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન હુમલાખોર ટાર્ગેટ ચૂકી ગયો અને ગોળી ઈમરાનના પગમાં વાગી ગઈ. પરંતુ તે વ્યક્તિ હુમલાખોરને પકડવામાં સફળ થાય છે.
|
સોશિયલ મીડિયા પર વ્યક્તિને ગણાવ્યો નેશનલ હીરો
હુમલાખોરને રોકનાર વ્યક્તિની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે અને તેને રાષ્ટ્રીય હીરો ગણાવવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિએ ટ્વીટર પર લખ્યું, "જે હત્યારાને રોકે છે તે રાષ્ટ્રીય હીરો છે. તેણે માત્ર આ દેશને જ બચાવ્યો નથી પરંતુ તે દરેક એવોર્ડ અને પ્રશંસાને પાત્ર છે જે આપણે તેને આપી શકીએ.

શાહબાઝ શરીફે કરી નિંદા
ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે ગૃહમંત્રી પાસેથી હુમલાનો તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. શાહબાઝ શરીફે ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહને આઈજી પોલીસ અને મુખ્ય સચિવ પંજાબ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવાનો નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
