For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શું થયું જ્યારે રસ્તા પર થયો નોટોનો વરસાદ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 24 ફેબ્રુઆરી: દુબઇમાં એ સમયે સૌ ચોંકી ગયા જ્યારે અચાનક માર્ગો પર નોટોનો વરસાદ થઇ ગયો. અચાનક માર્ગો પર કરોડો રૂપિયા ઉડવા લાગ્યા. લોકો નોટોને આંચકી લેવામાં લાગી ગયા, અને તેની પાછળ ભાગવા લાગ્યા.

દુબઇના જુમાયરાહ નામના ક્ષેત્રમાં સાંજે ઘણા મિનિટો સુધી રૂપિયાનું વંટોળ ચાલ્યું. આ વંટોળ તરફ પહેલા તો કોઇએ ધ્યાન ના આપ્યું. બાદમાં જ્યારે લોકોએ ધ્યાનથી જોયું તો માલૂમ પડ્યું કે કાગળ જેવી દેખાનાર આ વસ્તુ બીજું કંઇ નહીં પણ દિરહમ નોટ છે. જેવી ખબર પડી કે આ નોટોનો વરસાદ છે તો લોકો તુરંત જ તેને એકઠી કરવામાં લાગી ગયા. કોઇ કારથી ઉતરીને નોટ ઉઠાવવા લાગ્યા તો કોઇ રાસ્તે ચાલતા તમામ લોકો નોટોને વિણવા માટે ત્યાં આવી ગયા.

dubai
દિરહમ લૂંટવા માટે લોકોની આ હિલચાલના પગલે ખૂબ જ ટ્રાફીક પણ જમા રહ્યું. વીડિયોમાં આપ સ્પષ્ટ જોઇ શકો છો કે કેવી રીતે લોકો આ દિરહમને લૂંટવા માટે આવી ગયા. બાદમાં માલૂમ પડ્યૂ કે તે સમયે લગભગ ચાર કરોડથી પણ વધારે રૂપિયા હવામાં ઉડ્યા હતા અને જોત જોતામાં જ તે સાફ પણ થઇ ગયા.

જુઓ વીડિયો...

English summary
Motorists driving through Dubai could not believe their eyes when it started raining money in the middle of the UAE city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X