કાળજું કંપાવે તેવો વીડિયો, સૈનિકને મારીને ખાઇ ગયા તેનું કાળજુ!
સીરિયા, 15 મે : છેલ્લા બે વર્ષોથી સતત ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલ સીરિયાએ મોતની ઘણી ઘટનાઓ જોઇ છે પરંતુ મોતની આટલી બિભત્સ તસવીર ક્યારેય નહીં જોઇ હોય. સીરિયામાં સેના અને વિદ્રોહિયોની વચ્ચે યુદ્ધ દરમિયાન એખ એવો વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ લગભગ આપ ધ્રુજી ઉઠશો. એ કહેવું ખોટું નહીં હોય કે જો આપ નબળા હૃદયના હોવ તો આ વીડિયો આપની હાલત ખરાબ કરી શકે છે.

મળી રહેલી માહિતી અનુસાર વીડિયોમાં વિદ્રોહિયોના જે નેતાને દેખાડવામાં આવ્યો છે તેનું નામ અબુ સક્કાર છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સક્કાર એક ચાકુ લઇને મરેલા સૈનિક પાસે જાય છે અને તેની છાતીને ખોલીને તેના દિલને નિકાળે છે અને ખાઇ જાય છે. આની વચ્ચે તે અને તેના સાથીઓ બૂમો પાડીને કહે છે કે અમે ભગવાનની સામે સોગંધ ખાધી હતી કે અમે તમારુ દિલ અને લીવર ખાઇ જઇશું. તમે સૈનિકો બશરના કૂતરા છો. ત્યારબાદ બધા વિદ્રોહીઓ ચીયર કરે છે અને અલ્લાહ-અકબરના નારા લગાવે છે.
પ્રસ્તૂત છે વીડિયો, પરંતુ આપ જો નબળા હૃદયના હોવ તો આને ના જુઓ...
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/oXkXcWkehc0" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
