For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ દેશ જેણે કોરોના વાયરસના બધા દર્દીઓને સાજા કરી દીધા, જાણો કેવી રીતે

વિયેતનામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણો શું..

|
Google Oneindia Gujarati News

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ અત્યાર સુધી દુનિયાભરમાં કમસે કમ 3000થી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. 83,000થી વધુ લોકો આનાથી સંક્રમિત જોવા મળ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને આને કોવિડ-19 નામ આપ્યુ છે. ચીન ઉપરાંત જે દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે તેમાં ઈરાન, ઈટલી, દક્ષિણ કોરિયા, જાપાન અને વિયેતનામનુ નામ પણ શામેલ છે. આ ઉપરાંત ઘણા અન્ય દેશોમાં પણ આના કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

15 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી

15 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી

આ દરમિયાન વિયેતનામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં આ અઠવાડિયાની શરૂઆતમાં એ ઘોષણા કરવામાં આવી છે કે વિયેતનામમાં જે 16 લોકોને કોરોના વાયરસ થયો હતો તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. વિયેતનામનુ કહેવુ છે કે તે પોતાના દેશમાં આ બિમારીનો ખાતમો કરી ચૂક્યુ છે. શુક્રવાર સહિત છેલ્લા 15 દિવસની અંદર સરકાર કોરોના વાયરસનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. છેલ્લો કેસ 13 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો.

આરોગ્ય મંત્રાલયે શું કહ્યુ?

આરોગ્ય મંત્રાલયે શું કહ્યુ?

મંગળવારે શહેર અને પ્રાંતીય અધિકારીઓ સાથે થયેલી ઑનલાઈન કૉન્ફરન્સમાં વિયેતનામના આરોગ્ય મંત્રાલયે ઉપ પ્રધાનમંત્રી વુ ડક ડામના હવાલાથી કહ્યુ, જો કોવિડ-19 સાથે લડાઈ એક જંગ છે, તો અમે આના પહેલા તબક્કામાં જીત મેળવી લીધી છે પરંતુ આખી જંગ નહિ. કારણકે સ્થિતિ બહુ અસંભવિત થઈ શકે છે. આ વાયરસ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન અને અન્ય આરોગ્ય અધિકારીઓનુ કહેવુ છે કે ઈમરજન્સીની સ્થિતિ માટે સરકારની તીવ્ર પ્રતિક્રિયા પ્રારંભિક તબક્કામાં સંકટથી નિપટવા માટે જરૂરી છે.

છેલ્લા દર્દીને મળી રજા

છેલ્લા દર્દીને મળી રજા

બુધવારે વિયેતનામની સરકારે ઘોષણા કરીને કહ્યુ કે વાયરસથી સંક્રમિત 16માં ને છેલ્લા દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 50 વર્ષના આ વ્યક્તિઅ પોતાની 23 વર્ષની દીકરીને વાયરસ થઈ ગયો હતો. આ લોકો જ્યાં રહે છે ત્યાં 11 લોકોમાં પણ વાયરસના સંક્રમણ મળ્યા હતા. તેમની દીકરી ચીનના વુહાનમાં જાપાની કંપની માટે કામ કરનારા એ આઠ લોકોમાં શામેલ છે જે હાલમાં જ પોતાના દેશ પાછા આવ્યા છે. આ આઠમાંથી છ લોકો વાયરસથઈ સંક્રમિત મળી આવ્યા હતા. તેમના દોસ્તો અને સંબંધીઓને પણ આ બિમારી થઈ ગઈ હતી. જેમાં ત્રણ મહિનાનુ બાળક પણ શામેલ હતુ. પરંતુ બુધવારે જણાવવામાં આવ્યુ કે હવે બધા દર્દી સાજા થઈ ગયા છે.

23 જાન્યુઆરીએ બે કેસ સામે આવ્યા હતા

23 જાન્યુઆરીએ બે કેસ સામે આવ્યા હતા

વિયેતનામમાં ડબ્લ્યુએચઓના પ્રતિનિધિ ડૉ. કિડૉન્ગ પાર્કે સફળતા માટે સરકારની સક્રિયતા અને નિરંતરતાની પ્રશંસા કરી. વિયેતનામમાં વાયરસની શરૂઆત ત્યારે થઈ જ્યારે અહીં 23 જાન્યુઆરીએ બે ચીની નાગરિકોમાં વાયરસના સંક્રમણ મળી આવ્યા હતા. જ્યારે આના કેસ વધીને છ થઈ ગયા તો વિયેતનામે અધિકૃત રીતે 1 ફેબ્રુઆરીએ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી. વધુ કેસ સામે આવ્યા બાદ 13 ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રાલયે સોન લોઈ જિલ્લાના બધા 10,600 રહેવાસીઓને 20 દિવસ માટે લૉક-ડાઉનમાં રહેવાનો આદેશ આપ્યો.

કેવી રીતે સાજા કર્યા દર્દીઓને?

કેવી રીતે સાજા કર્યા દર્દીઓને?

અહીંની સરકારનુ કહેવુ છે કે હજુ સુધી આ વાયરસની કોઈ દવા તો સામે નથી આવી પરંતુ ડૉક્ટર સૌથી પહેલા તાવ જેવા લક્ષણોનો ઈલાજ કરે છે અને પછી રોગીઓને સખત પૌષ્ટિક આહાર ખાવા માટે કહેવામાં આવે છે. ત્યારબાદ રોગીઓના લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન લેવલની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સાથે જ વિયેતનામના લુનર ન્યૂ યર શરૂ થયા બાદથી જ 63 શહેરો અને પ્રાંતોની સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી. સાથે જ બાળકો માટે સાફ સફાઈથી રહેવા અને સતત શરીરનુ તાપમાન તપાસ કરવા આદેશ આપી દીધા.

જાનવરોના માંસની આયાત પર રોક

જાનવરોના માંસની આયાત પર રોક

આ સાથે જ વિયેતનામમાં જાનવરોના માંસની આયાત પર પણ રોક લગાવવામાં આવી છે. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે સૌથી પહેલા વાયરસ વિશે એ વાત સામે આવી હતી કે આ જંગલી જાનવરોનુ માંસ ખાવાથી ફેલાઈ રહ્યો છે. જાનવરોના માંસ સાથે જોડાયેલી આ વાત સાર્સ અને મેર્સ વાયરસ ફેલાવવા દરમિયાન પણ કહેવામાં આવી હતી. જો કે વિયેતનામ આ વાયરસના ખતરાને ઓછો કરી ચૂક્યુ છે પરંતુ તેમ છતાં તેને નિરીક્ષણની પૂરી જરૂર છે.

વિઝા પર અસ્થાયી પ્રતિબંધની ઘોષણા

વિઝા પર અસ્થાયી પ્રતિબંધની ઘોષણા

આવુ એટલા માટે કારણકે દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ આ એવો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આના કારણે શનિવારે વિયેતનામે દક્ષિણ કોરિયાઈ નાગરિકો માટે વિઝાના અસ્થાયી પ્રતિબંધની ઘોષણા કરી છે.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?

English summary
vietnam cured all infected patients of coronavirus know how this miracle happened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X