મોદીને વિઝા માટે અમેરિકન નીતિમાં કોઇ ફેરફાર નહીં: અમેરિકા
વોશિંગ્ટન, 27 ડિસેમ્બર: નરેન્દ્ર મોદી પર પોતાની વિઝા નીતિમાં કોઇ પ્રકારનો ફેરફાર નહીં હોવાની વાત પર ભાર મૂકતા અમેરિકાએ જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર વિઝા માટે અરજી કરવા માટે સ્વતંત્ર છે. અમેરિકાએ જણાવ્યું કે મોદીની અરજી બાદ અમેરિકા કાયદા પ્રમાણે તેની પર વિચાર કરવામાં આવશે.
અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે 'અમારી વિઝા નીતિમાં કોઇ ફેરફાર નથી થયો. ગુજરાતના મુખ્યમંત્રી માટે અમારી લાંબા સમયથી નીતિ રહી છે કે તેઓ વિઝા માટે એપ્લાય કરવા માટે સ્વતંત્ર છે. કોઇ અન્ય આવદેકની જેમ તેમણે પણ વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, અને પરિણામની રાહ જોવી પડશે.'
પ્રવક્તાએ જણાવ્યું કે 'આ સમીક્ષા અમેરિકન કાનૂન અનુસાર કરવામાં આવશે. આનું પરિણામ શું હશે, તે અંગે કોઇ અટકળો લગાવી નથી શકતો.' ઉલ્લેખનીય છે કે મોદીને 2005માં અમેરિકાએ રાજનૈતિક વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો.













Click it and Unblock the Notifications
