Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Corona Vaccine: આ કંપનીએ કોરોના વેક્સીનનું ટ્રાયલ અધવચ્ચે જ રોક્યું

Corona Vaccine: આ કંપનીએ કોરોના વેક્સીનનું ટ્રાયલ અધવચ્ચે જ રોક્યું

નવી દિલ્હીઃ Corona Vaccine નું ટ્રાયલ કરી રહેલ એસ્ટ્રાજેનેકાએ પોતાનું ટ્રાયલ અધવચ્ચે જ રોકી દીધું છે. જણાવી દઈએ કે વોલેન્ટિયર્સની તબિયત બગડ્યા બાદ કોરોના વેક્સીન તૈયાર કરી રહેલ કંપનીએ પોતાનું ટ્રાયલ રોકવું પડ્યું. યૂકેની એસ્ટ્રેજેનેકા (AstraZeneca) એવી નવ કંપનીઓમાં સામેલ છે જે કોરોના વેક્સીનના ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ હોય. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સીન તૈયાર કરી રહેલી લંડનની ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ મંગળવારે પોતાની વેક્સીનનું ટ્રાયલ અધવચ્ચે જ અટકાવવું પડ્યું. ક્લીનિકલ ટ્રાયલ દરમ્યાન અચાનક જ સ્વયંસેવકની તબિયત બગડ્યા બાદ કંપનીએ વેક્સીનના ટ્રાયલને અધવચ્ચે જ રોકી દીધું છે. કંપનીએ આને રૂટીન ટ્રાયલ ગણાવતાં વેક્સીનના ક્લિનિક ટ્રાયલને અધવચ્ચે જ રોકી દીધું હોવાની વાત કહી છે.

સ્વયંસેવકની તબિયત બગડતાં ટ્રાયલ રોક્યું

સ્વયંસેવકની તબિયત બગડતાં ટ્રાયલ રોક્યું

જણાવી દઈએ કે યૂકેની ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા ઑક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મળી કોરોના વેક્સીન તૈયાર કરી રહી છે. આ વેક્સીન પર દુનિયાભરની નજર છે. એસ્ટ્રેજેનકા કોરોના વેક્સીનને લઈ હાલ સૌથી આગળ ચાલી રહી છે, પરંતુ આ ઘટનાથી વેક્સીનના ટ્રાયલને ઝાટકો લાગ્યો છે.

જલદી જ ફરી ટ્રાયલ શરૂ થશે

જલદી જ ફરી ટ્રાયલ શરૂ થશે

કંપની તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં કહ્યું કે વૈક્સીનના થર્ડ ટ્રાયલ દરમ્યાન એક સ્વયંસેવકને પરેશાની થવા લાગી છે, જે કારણે અસ્થાઈ રીતે આ ટ્રાયલને રોકવામાં આવી રહ્યું છે. આ મામલાની સ્વતંત્ર કમિટી તરફથી તપાસ કરાવ્યા બાદ તેને બીજીવાર ફરીથી શરૂ કરવામાં આશે.

વેક્સીન ટ્રાયલના ત્રીજા તબક્કામાં

વેક્સીન ટ્રાયલના ત્રીજા તબક્કામાં

વેક્સીનમાં વિલંબને રોકવા માટે કંપનીથી જલદી જ તેનો ઉકેલ શોધવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે યૂકેની આ ફાર્મા કંપની કોરોના વેક્સીન તૈયાર કરી રહેલી એવી નવ કંપનીઓમાં સામેલ છે જે વેક્સીનના ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. કંપની કોરોના વાયરસ વિરુદ્ધ AZD1222 નામથી વેક્સીન તૈયાર કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X