For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VVIP હેલિકોપ્ટર કૌભાંડ : ઇટાલીમાં 19 જૂનથી સુનવણી શરૂ થશે

|
Google Oneindia Gujarati News

agusta-westland
રોમ, 4 મે : ભારત સાથેના રૂપિયા 3600 કોરડના વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં કથિત રીતે લાંચ-રૂશ્વત આપવાના કિસ્સામાં ઇટાલીની જાહોર સુરક્ષા કંપની ફિનમેકેનિકાના પૂર્વ સીઇઓ ગિઉસપે ઓર્સી અને કંપનીના હેલિકોપ્ટર એકમ અગસ્ટા વેલ્ટલેન્ડના સીઇઓ બ્રુનો સ્પાગનોલિનીની વિરુદ્ધ ઇટાલીમાં ઝડપી સુનવણી કરવામાં આવશે. આ સુનવણી 19 જૂનથી શરૂ કરવામાં આવશે.

ઇટાલિયન સમાચાર એજન્સી એએનએસએના રિપોર્ટ અનુસાર ઇટાલીના પૂર્વમાં આવેલા શહેર બુસ્તોઅરસિજિયોના એક જજે ત્વરિત સુનવણી માટે સરકારી વકીલની રજૂઆત અને વિનંતીને સ્વીકારી લીધી છે. ત્વરિત સુનવણીને કારણે આરંભિક સુનવણી નહીં થાય. ઓર્સી અને સ્પાગનોલિની પર આરોપ છે કે તેમણે ભારતને 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર વેચવાની એજન્સી મેળવવા માટે કથિત રીતે લાંચ આપી હતી.

કહેવાય છે કે વચેટિયાએ આ સોદા માટે રૂપિયા 3600 કરોડના 7.5 ટકા લેખે કમિશન લેવાનું નક્કી કર્યું હતું. આ સોદામાં રૂપિયા 3600 કરોડ આપીને ભારતને 12 હેલિકોપ્ટર મળવાના હતા. આ માટેની લાંચ તુનેશિયા અને ભારતમાં નોંધાયેલી કંપનીઓ મારફતે લેવામાં આવી હતી. આ માટે રૂરિયા 217 કરોડની લાંચ ચૂકવવામાં આવી હતી. કહેવામાં આવે છે કે વચેટિયાને એર ચીફ માર્શન (નિવૃત્ત) એસ પી ત્યાગીના કુટુંબ સાથે સારો ઘરોબો હતો. તેને ખાસ કરીને ત્યાગીના ત્રણ પિતરાઇ જુલી, ડૉક્સ અને સંદીપ સાથે સંબંધ હતા. તેમને 72 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

English summary
VVIP helicopter scam : hearing will start from June 19 in Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X