For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: USમાં પીએમ ઈમરાને માની હાર, ‘અમે ભારત પર હુમલો નથી કરી શકતા'

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હાલમાં અમેરિકામાં છે અને અહીં તેમણે એ વાત માની લીધી છે કે તેમનો દેશ ભારત પર હુમલો નથી કરી શકતો.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હાલમાં અમેરિકામાં છે અને અહીં તેમણે એ વાત માની લીધી છે કે તેમનો દેશ ભારત પર હુમલો નથી કરી શકતો. ઈમરાનનો એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે. ઈમરાન, ન્યૂયોર્કમાં છે અને અહીં તેમણે યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી(ઉંગા)માં ભાગ લેવાનો છે. સોમવારે ઈમરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

પ્રેસ કૉન્ફરન્સમાં કબુલ્યુ સત્ય

ઈમરાન મંગળવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સામે આવ્યા. અહીં તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ કે, ‘અમે ભારત પર હુમલો નથી કરી શકતા અને આ કોઈ વિકલ્પ નથી. નિશ્ચિત રીતે આ વિકલ્પની બધી વાતો પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.' ઈમરાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધી આને ટ્વીટર પર દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન ઈમરાને એક વાર ફરીથી તેમને અપીલ કરી કે તે એમની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે.

આ પણ વાંચોઃ ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની છાત્રાની ધરપકડઆ પણ વાંચોઃ ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની છાત્રાની ધરપકડ

આર્મી અને આઈએસઆઈએ તૈયાર કર્યા આતંકી

આર્મી અને આઈએસઆઈએ તૈયાર કર્યા આતંકી

જો કે અમેરિકામાં ઈમરાન ખાન તરફથી એક એવુ નિવેદન પણ આવ્યુ છે જે તેમના માટે વિદેશમાં નહિ પોતાના દેશમાં પણ મુસીબતનુ કારણ બની શકે છે. ઈમરાને ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સ (સીએફઆર)માં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ કે 9/11 બાદ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાનો સાથ આપવો, તેમના દેશની સૌથી મોટી ભૂલ હતી. ઈમરાનની માનીએ તો પહેલાની સરકારોએ આવા વચન નહોતા આપવાના જેને તે પૂરા ન કરી શકે. ઈમરાને આ વાત એ સમયે કહી જ્યારે તે પૂર્વ આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

અમેરિકા તરફથી મળ્યા પૈસા

અમેરિકા તરફથી મળ્યા પૈસા

ઈમરાને અહીં કહ્યુ, 1980ના દાયકામાં જે સમયે સોવિયત, અફઘાનિસ્તાનમાં દાખલ થયા તો પાકિસ્તાનાને અમેરિકાની મદદ મળી જેથી તે તેમને રોકી શક્યા. આઈએસઆઈએ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી જેને આખા મુસ્લિમ વર્લ્ડથી સોવિયત સામે જેહાદ ચલાવવા માટે ઈનવાઈટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈમરાને કહ્યુ, ‘એટલે સોવિયત સામે અમે આ આતંકી સંગઠનોને તૈયાર કર્યા. આ જેહાદી એ વખતે હીરો હતા અને પછી વર્ષ 1989માં જ્યારે સોવિયત, અફઘાનિસ્તાનથી ગયા તો અમેરિકા પણ અફઘાનિસ્તાનથી નીકળી ગયુ. અમે આ આતંકી સંગઠનો સાથે એકલા રહી ગયા.'

English summary
Watch: Pakistan cannot attack India says PM Imran Khan at UN Headquarter New York.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X