Video: સિગરેટ સ્વાસ્થ માટે હાનિકારક છે, અને ધડાકા કારક પણ!
એક વ્યક્તિએ પોતાની સિગરેટની બટને ગટરનાં કાણાંમાં નાખી અને તે પછી જે પણ થયું તેનાથી કદાચ તે જીવનભર સિગરેટ પીવાની છોડી દેશે. જુઓ વીડિયો.
સોશિયલ મીડિયા પર એક વીડીયો ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ઈરાનની રાજધાની તેહરાનનો છે તેવું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે એક માણસ ગટરના કાણાંમાં કંઇક પાવડર નાંખે છે. તેની થોડી ક્ષણો પછી ત્યાં એક વિશાળ ધડાકો ત્યારે થાય છે જ્યારે એક પસાર થતો વ્યક્તિ તે જ કાણાંમાં સિગરેટનું બટ નાખવાનો પ્રયાસ કરે છે.

શરૂઆતમાં જ્યાારે એક માણસ આ ગટરમાં પાવડર નાંખે છે તો લાગે છે કે તે અમસ્તો કોઇ કચરો આ કાણાંમાં નાંખતો હશે. પણ પાછળથી જે ધડાકો થાય છે તે જોતા મામલો કંઇક સગીન હોય તેવું લાગે છે. એટલું જ નહીં આ વિસ્ફોટ એટલો જોરદાર છે કે આજુબાજુ એક સેકન્ડ માટે અંધારું છવાઇ જાય છે. અને વ્યક્તિ માંડ માંડ બચી જાય છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવાના કારણે આજે જગજાહેર બની છે.
માનવામાં આવી રહ્યું છે કે ગટરમાંથી કોઇ રીતે ગેસ ગળતર થયું હશે કે પછી દબાણના કારણે મિથેન ગેસ સર્જાતા આ ધડાકો થયો હશે. કારણ જે પણ હોય પણ સિગરેટ જેવી સ્વાસ્થ માટે હાનિકારક વસ્તુ આ ધડાકો બાદ ભાગ્યે જ આ વ્યક્તિ કદી પીવાનું વિચારશે તેવું લાગી રહ્યું છે. ત્યારે તમે પણ સિગરેટ પીને અહી તહીં બટ નાખવાની આદત ધરાવો છો તો આ વીડિયો ખાસ દેખાજો. બની શકે તમારી એક ભૂલ તમને પણ આવા ધમકાનો શિકાર બનાવે.
નોંધ - આ વીડિયો દ્વારા અમે સિગરેટ જેવી હાનિકારક વસ્તુનો બિલકુલ પ્રચાર નથી કરતા. સાથે જ સિગરેટ જેવી વસ્તુઓ દૂર રહો તેવી જ અમારી અપીલ છે.
در چاه های فاضلاب هیچ گونه موادی برای دیرتر پر شدن آنها نریزید،ته سیگار یا جرقه کافیست تا خا... pic.twitter.com/Jey6JFTZ61
— سر الکساندر (@Xerxesss) April 10, 2017












Click it and Unblock the Notifications
