For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: UNSCમાં પાકિસ્તાની જર્નાલિસ્ટને અકબરુદ્દીને કરી દીધો બધા સામે ટ્રોલ

પાકિસ્તાની જર્નાલિસ્ટના એક સવાલના જવાબમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને પોતાની રીતે જવાબ આપ્યો અને લોકોને હસવા પર મજબૂર કરી દીધા.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીમાં જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ઉંધા માથે પડવુ પડ્યુ છે. બંધ રૂમમાં થયેલી બેઠકમાં ચીન અને પાકિસ્તાનને રશિયા અને ફ્રાંસે આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર મુદ્દે જોરદાર ઝટકો આપ્યો છે. આ બધા વચ્ચે યુએનએસસીમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જે અંદાજમાં મીડિયા સામે ભારતનુ વલણ સ્પષ્ટ કર્યુ તે બાદ તેમને જોરદાર તાળીઓ મળી રહી છે. એવો મોકો પણ આવ્યો જ્યારે પાકિસ્તાની જર્નાલિસ્ટના એક સવાલના જવાબમાં અકબરુદ્દીને પોતાની રીતે જવાબ આપ્યો અને લોકોને હસવા પર મજબૂર કરી દીધા.

સૌથી પહેલા પાક જર્નાલિસ્ટને આપ્યો મોકો

યુએનએસસીની મીટિંગ ખતમ થયા બાદ અકબરુદ્દીન મીડિયા સામે હતા. વર્લ્ડ મીડિયા વચ્ચે જ એક તરફ પાકિસ્તાનના જર્નાલિસ્ટનું ગ્રુપ પણ હાજર હતુ. અકબરુદ્દીન એ સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે આર્ટિકલ 370 અને 35એ જમ્મુ કાશ્મીરનો આંતરિક મુદ્દો છે. તેમછતાં તેમણે સૌથી પહેલા પાકિસ્તાનના જર્નાલિસ્ટને મોકો આપ્યો કે તે તેમને સવાલ પૂછે. પાકિસ્તાનના એક જર્નાલિસ્ટે તેમને પૂછ્યુ, ‘તમે પાકિસ્તાન સાથે વાતચીત ક્યારે શરૂ કરશો?'

હેંડશેક માટે આગળ વધ્યા

હેંડશેક માટે આગળ વધ્યા

આના પર અકબરુદ્દીને જે અંદાજમાં જવાબ આપ્યો તે ખરેખર પાકિસ્તાની મીડિયા માટે ચોંકાવનારો હતો. અકબરુદ્દીને કહ્યુ, ‘ચલો હું તમારાથી, તમારા ત્રણેથી હાથ મેળવીને આની શરૂઆત કરી દઉ છુ.' અકબરુદ્દીનના જવાબવાલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે પહેલો મોકો હતો જ્યારે તેમણે યુએન મીડિયાના સવાલનો સામનો કર્યો. તેમણે અહીં હાજર જર્નાલિસ્ટને પોતાના અનૌપચારિક અંદાજ અને વ્યંગથી ચોંકવા પર મજબૂર કરી દીધા.

આ પણ વાંચોઃ AIIMSમાં ભરતી અરુણ જેટલીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહઆ પણ વાંચોઃ AIIMSમાં ભરતી અરુણ જેટલીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ

પીએમ મોદીના પ્રવકતા હતા અકબરુદ્દીન

અકબરુદ્દીને આગળ કહ્યુ, ‘હું તમને જણાવી દેવા ઈચ્છુ છુ કે અમે પહેલેથી જ અમારા તરફથઈ દોસ્તીનો હાથ આગળ વધારી દીધો છે જ્યારે અમે એમ કહ્યુ કે અમે શિમલા સમજૂતી પર પ્રતિબદ્ધ છીએ. હવે અમે તેના પર પાકિસ્તાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ.' અખબરુદ્દીન વિદેશ મંત્રાલયના પ્રવકતા પણ રહી ચૂક્યા છે અને સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર પ્રવકતાની જવાબદારી પણ નિભાવી છે.

English summary
Watch: Syed Akbaruddin, India's Ambassador to UN trolls Pakistani journalists in his own way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X