બ્રાઝીલના હાલ, બસ, રસ્તા, બીચ પર થઇ રહ્યાં છે બળાત્કાર
રિયો દી જાનેરો, 26 મેઃ બ્રાઝીલમાં રિયો દી જાનેરો શહેરમાં યાત્રીઓથી ભરેલી બસમાં એક યુવકે 30 વર્ષીય મહિલાના માથા પર બંદૂક મુકી અને બધાની વચ્ચે તેની સાથે બળાત્કાર કર્યો. બીજી ઘટના રિયોના બીચ પર થઇ, જ્યાં ભારે ભીડમાં એક વ્યક્તિએ 14 વર્ષની ગરીબ બાળકી સાથે બળાત્કાર કર્યો. તેમજ આ શહેરમાં એક 21 વર્ષિય અમેરિકન છાત્રા બળાત્કારનો શિકાર બની હતી.
ખાસ વાત એ છે કે તેમાના એક પણ બળાત્કારીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એવો દાવો કર્યો છેકે ત્રણેય મામલામાં એક જ ગ્રુપના યુવક સામેલ છે. રિયોના હાલ લગભગ ભારતની રાજધાની દિલ્હી જેવા થઇ રહ્યાં છે. અહીં પણ હવે લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે અને મહિલા સુરક્ષા એક મોટો સવાલ બની ગઇ છે. સાઓ પોલોમાં સેંકડોની સંખ્યામાં યુવતીઓએ રસ્તા પર સ્લટ વોક કર્યું.













Click it and Unblock the Notifications
