For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે NSG? કેમ મોદી આ માટે જિનપિંગને મનાવી રહ્યા છે જાણો બધુ અહીં...

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજબેકિસ્તાનની રાજધાની તાશકંદ પહોંચ્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં "શંધાઇ સંમેલન"માં ભાગ લેવા માટે આવ્યા છે. અને આ સંમેલનમાં તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મળ્યા હતા. અને બન્ને દેશો એક બીજા સાથે દ્રિપક્ષીય બેઠક કરી ચર્ચા કરી હતી. અને સાથે જ મોદી તેમની વિદેશ નીતી અંતર્ગત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરીને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) અંગે ભારતની સદસ્યા અંગે સમર્થન વાત કરશે.

સાથે જ આવનારા 48 કલાકો ભારતની NSG સદસ્યાને લઇને ખૂબ જ મહત્વના છે. કારણ કે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં આજે એનએસજીના 48 દેશોની બેઠક શરૂ થઇ છે. જેમાં ભારતની સદસ્યા મામલે પણ ચર્ચા થશે. અને આ માટે પોતાના સબળ પક્ષ રજૂ કરવા અને સદસ્યાને દાવેદારી લેવા માટે વિદેશ સચિવ એસ. જયશંકરની સદસ્યતા હેઠળ ટીમ દક્ષિણ કોરિયા મોકલવામાં આવી છે. જે ત્યાં ભારતનો પક્ષ રાખશે. ત્યારે એનએસજી વિષે તમામ લેટેસ્ટ અપટેડ અને જાણકારી જાણો અહીં. સાથે જ જાણો કેવી રીતે આ સદસ્યાના કારણે ભારતના દરેક ઘરમાં આવી શકે છે વીજળી...

શું છે NSG?

શું છે NSG?

એનએસજી એટલે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. આ એક 48 દેશોનું ગ્રુપ છે જે પરમાણુના વેચાણ અને નિયંત્રણ સાથે જોડાયેલું છે. પરમાણુ જેવી વિનાશકારી વસ્તુ ખોટા હાથમાં ન આવે તે માટે આ ગ્રુપ પરમાણુ અપ્રસાર સંધિ (NPT)થી કરારબદ્ધ છે. આ ગ્રુપના સદસ્યએ તેમના પરમાણુ સોદા વિષે એકબીજાને જાણકારી આપવી પડે છે. જો કે સાથે જ આ ગ્રુપમાં જોડાયેલા દેશો એક બીજા સાથે સરળતાથી પરમાણુ સોદા કરી શકે છે.

ભારત અને NSGનો ઇતિહાસ

ભારત અને NSGનો ઇતિહાસ

વર્ષ 2008માં ભારતે અમેરિકા સાથે સિવિલ ન્યૂક્લિયર ડિલ સાઇન કરી હતી. જેણે એનએસજીનો રસ્તો ભારત માટે ખોલ્યો હતો. આ ડિલ દ્વારા નોન-ફોસિલ સોર્સ દ્વારા ભારતની 40 ટકા વિજળીની આપૂર્તિ કરવાની વાત કરવામાં આવી હતી.

મોદીના સપનામાં મૂળ NSGમાં છે?

મોદીના સપનામાં મૂળ NSGમાં છે?

નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર જાહેરાત કરી હતી કે તે ભારતના દરેક ઘરમાં વીજળી લાવવા માંગે છે. આ સપના અને ભારતની વીજ પ્રશ્નોનો અંત NSG લાવી શકે છે. કેવી રીતે? આ દ્વારા સરળતાથી પરમાણુ શક્તિ મેળવીને તે પરમાણુ શક્તિનો વીજળી બનાવવામાં ઉપયોગ કરીને.

તો મુશ્કેલી શું છે?

તો મુશ્કેલી શું છે?

NSGની સદસ્યા માટે સૌથી મોટી મુશ્કેલી છે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) જેની પર નિયમ મુજબ તેના સભ્ય તેવા દરેક દેશના સાઇન કરવી જરૂરી છે. જો કે નિયમોમાં કેટલીક છૂટછાટ પણ છે. પણ ભારતને આ સંધિ પર સાઇન કર્યા વગર NSGની સભ્યતા જોઇએ છે કારણ કે ભારતના મત મુજબ એનપીટી એક ભેદભાવ ભરેલી સંધિ છે.

કોણ છે ભારતની સાથે

કોણ છે ભારતની સાથે

અમેરિકા, ફ્રાંસ જેવા યુરોપીયન દેશો જ્યાં ભારતનું આ અંગે સમર્થન કરી રહ્યા છે.

કોણ છે વિરોધમાં

કોણ છે વિરોધમાં

ચીન જેવા મોટા વિરોધી સાથે જ તુર્કી, દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ ભારતની આ દાવેદારીનો વિરોધ કરી રહ્યા છે.

ચીનનું શું કહેવું છે?

ચીનનું શું કહેવું છે?

પાકિસ્તાન પ્રત્યે ચીનની રહેમ નજરની સાથે જ ચીનનું સ્પષ્ટ કહેવું છે કે નિયમ મુજબ જો ભારત NPT સંધિ પર સાઇન કરવા તૈયાર હોય તો અમે તેને સદસ્ય બનાવીશું.

મોદીનું મેજીક ચાલશે?

મોદીનું મેજીક ચાલશે?

આવતા 48 કલાક ભારતના NSG સભ્ય પદ માટે ખૂબ જ મહત્વના છે. જો મોદી જિનપિંગને મનાવવામાં સફળ રહ્યા તો NSG સભ્યપદ સરળતાથી ભારતને ફાયદો કરાવી શકશે.

English summary
What is NSG? China softens its stand india bid on nsg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X