For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમગ્ર વિશ્વમાં પરમાણુ હથિયારોની સંખ્યા કેટલી છે?

સામૂહિક વિનાશના શસ્ત્ર તરીકે, પરમાણુ શસ્ત્રો વિશ્વના કેટલાક દેશોના સંરક્ષણ શસ્ત્રાગારનો ભાગ છે. જાન્યુઆરી 2021 સુધીમાં સમગ્ર વિશ્વમાં અંદાજે 13,080 પરમાણુ શસ્ત્રો હતા, તેમાંથી લગભગ 90 ટકા હિસ્સો રશિયા અને અમેરિકાનો છે.

|
Google Oneindia Gujarati News

સામૂહિક વિનાશના શસ્ત્ર તરીકે, પરમાણુ શસ્ત્રો વિશ્વના કેટલાક દેશોના સંરક્ષણ શસ્ત્રાગારનો ભાગ છે. જાન્યુઆરી 2021 સુધીમાં સમગ્ર વિશ્વમાં અંદાજે 13,080 પરમાણુ શસ્ત્રો હતા અને તેમાંથી લગભગ 90 ટકા બે દેશોના છે : યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા. શીત યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટી રહી હોવા છતાં પણ હજૂ પણ તે જ બે દેશો પાસે પરમાણુ હથિયારોની સંખ્યા બહુ વાધારે છે.

nuclear

શું છે પરમાણુ હથિયારો?

ન્યુક્લિયર વોરહેડ્સ સામૂહિક વિનાશના શસ્ત્રો છે અને તે શહેરોના શહેરોને નષ્ટ કરવા તેમજ એકીસાથે લાખો લોકોને મારી નાખવામાં સક્ષમ છે. આ ઉપરાંત વિસ્ફોટના વર્ષો બાદ પણ તેના કિરણોત્સર્ગી દૂષણને કારણે પર્યાવરણ અને ભાવિ પેઢીઓ પર તેમની જબરદસ્ત લાંબા સમય સુધી ચાલતી અસરો પણ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા 1945 માં વિશ્વ યુદ્ધ 2 ના અંતિમ તબક્કામાં હિરોશિમા અને નાગાસાકીમાં તેનો માત્ર એક જ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરમાણુ શસ્ત્રોની વિનાશક પ્રકૃતિ હોવા છતાં, કેટલાક દેશો નિયમિતપણે પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે.

nuclear

પરમાણુ હથિયારો બાબતે વૈશ્વિક વલણ

તેમની પાસે રહેલી પ્રચંડ વિનાશક શક્તિને કારણે પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ અંગે વિવાદો થયા છે. જુલાઇ 2017માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પરમાણુ શસ્ત્રોના પ્રતિબંધ પરની સંધિ પર મતદાન કર્યું હતું. આ એસેમ્બલીમાં 139 દેશો શામેલ હતા, જેમણે સંધિને સમર્થન આપ્યું હતું. આ સાથે આ દેશોએ પોતાની જાતને પરમાણુ શસ્ત્રોના કબ્જાની વિરુદ્ધમાં સ્થાન આપ્યું હતું. જોકે, 2020 થી 2024 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ માટે અનુમાનિત બજેટ દર્શાવે છે કે, આ ક્ષેત્રમાં રોકાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. આ બાબતે રશિયન સરકાર પાસેથી પણ સમાન વલણની અપેક્ષા રાખી શકાય છે.

પુતિને ન્યુક્લિયર ફોર્સને હાઈ એલર્ટ પર રાખ્યા

ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગના સંકેત આપ્યા છે. રિપોર્ટ અનુસાર પુતિને રશિયન સૈન્યને પરમાણુ હથિયારો સહિત તેના પ્રતિરોધક દળોને વિશેષ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે. પુતિને સંરક્ષણ વડાને જણાવ્યું છે કે, યુક્રેન વિરુદ્ધ રશિયાની કાર્યવાહી પર પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદન બાદ સેનાને વિશેષ એલર્ટ પર રાખવાની જરૂર છે. જોકે તેમણે ચોક્કસપણે જણાવ્યું છે કે, આ ચેતવણીનો અર્થ એ નથી કે તે પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે.

English summary
What is the number of nuclear weapons in the world?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X