મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે નરેન્દ્ર મોદીના ઉદબોધનમાં USના કયા રાજનેતાઓ હાજરી આપશે?
ન્યુ યોર્ક, 28 સપ્ટેમ્બર : આજે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે ન્યુ યોર્કમાં યોજાનારી નરેન્દ્ર મોદીના ભાષણે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા જગાવી છે. અહીં નરેન્દ્ર મોદી સ્પીચ સાંભળવા માટે ટિકીટ્સ રાખવામાં આવી હતી અને તમામ ટિકિટ્સ વેચાઇ ગઇ છે. નરેન્દ્ર મોદીના ચાહકો દૂર દૂરથી તેમને પ્રત્યક્ષ સાંભળવા માટે ઉમટી રહ્યા છે. આવા સમયે નરેન્દ્ર મોદીના આ ઉદબોધનને સાંભળવા યુએસના કયા રાજનેતાઓ આવવાના છે તે પણ ચર્ચાનો વિષય છે.
નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળવા માટે અમેરિકાના કયા રાજનેતા હાજરી આપવાના છે? એ ચર્ચાનો વિષય એટલા માટે છે કે તેના પરથી યુએસ પર નરેન્દ્ર મોદીનો પ્રભાવ જાણી શકાય છે. આ દ્વારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભારત સૌના માટે કેટલું મહત્વનું બન્યું છે તેનો ખ્યાલ આવે છે.
નરેન્દ્ર મોદીના આ ઉદબોધનને સાંભળવા યુએસના કયા રાજનેતાઓ આવવાના છે તે જાણવા આગળ ક્લિક કરતા જાવ...

શ્રોતાઓ સાથે આઇ ટુ આઇ કોન્ટેક્ટ માટે 360 ડીગ્રી રોટેટ થતું ખાસ સ્ટેજ
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર વિદેશની ધરતી પર ખાસ કરીને અમેરિકામાં 20,000થી વધારે શ્રોતાઓને સંબોધન કરવાના છે. કોઇ પણ ભારતીય રાજનેતાએ આ પહેલા આવું કર્યું નથી. નરેન્દ્ર મોદી મહત્તમ શ્રોતાઓ સાથે આઇ કોન્ટેક્ટ કરી શકે તે માટે મેડિસન સ્ક્વેર ગાર્ડન ઇન્ડોર સ્ટેડિયમમાં 360 ડિગ્રી ફરી શકતું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

સામાન્ય જન સર્વપ્રથમ
ભારતીય મૂળના અમેરિકનો દ્વારા મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે યોજાનારા કાર્યક્રમમાં 16,000 જેટલી સામાન્ય પબ્લિક ટીકિટ ખરીદીને નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા આવી રહી છે.

2600 રાજકીય પ્રતિનિધિઓની હાજરી
નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળવા માટે ન્યુ યોર્કના ગર્વનર, સેનેટરો અને અમેરિકાના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કુલ 2600 વીઆઇપીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

ભારતીય મૂળના પ્રથમ મહિલા ગવર્નર આવશે
દક્ષિણ કેરોલિનાના ગર્વનર અને નિક્કી હેલી પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે હેલી અમેરિકામાં ભારતીય મૂળના પ્રથમ મહિલા ગર્વનર છે.

અમેરિકાના 3 સેનેટર હાજર રહેશે
આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં જે ત્રણ સેનેટર હાજરી આપવાના છે તેમાં રોબર્ટ મેનેન્ડેઝ, જોઇ ડોન્નેલી અને કોરી બૂકરનો સમાવેશ થાય છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો
સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીના દંડક સ્ટેની હોયેર તથા હાઉસ ઇન્ડિયા કોકસ અને એલિયટ એન્જેલના સ્થાપક ફ્રેન્ક પોલેન સહિત હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના 42 સભ્યો હાજર રહેશે.

US કોંગ્રેસના પ્રથમ ગુજરાતી સભ્ય
યુએસ કોંગ્રેસના પ્રથમ ગુજરાતી સભ્ય અમી બેરા અને અમેરિકન કોંગ્રેસના પ્રથમ હિન્દુ સભ્ય તુલસી ગેબ્બાર્ડના નામ પણ સામેલ છે.

હાજર રહેનારાઓની અંતિમ યાદી જાહેર
કાર્યક્રમના આયોજક ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉન્ડેશને(આઇએસીએફ) દ્વારા કાર્યક્રમમાં હાજર રહેનારાઓની અંતિમ યાદી જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
