બિલ ગેટ્સની નવી ગર્લફ્રેન્ડ પૌલા હર્ડ કોણ છે? જુઓ ફોટો
દુનિયાના અજબોપતિઓમાં સામેલ અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આ દિવસોમાં તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે બિલ ગેટ્સે તેની પત્ની મેલિન્ડા ફ્રેંચને ડિવોર્સ આપ્યા બાદ હવે ફરીથી ડેટ કરવાનું શરૂ કર્યુ છે.

કોણ છે પૌલા હર્ડ?
હાલમાં જ બિલ ગેટ્સ પૌલા હર્ડ સાથે જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં બિલ ગેટ્સ અને પૌલા હર્ડ સાથે જોવા મળ્યા હતા. આ સિવાય હાલમાં બન્ને ઘણી ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા છે.

પૌલા હર્ડ અને બિલ ગેટ્સ ડેટ કરી રહ્યા છે
બન્ને સાથે જોવા મળતા હવે અટકળો શરૂ થઈ છે કે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પત્નિ મેલિન્ડા ફ્રેંચને ડિવોર્સ આપ્યા બાદ હવે તે ઓરેકલની પુર્વ પૌલા હર્ડની પત્નીને ડેટ કરી રહ્યા છે.

ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા છે. પૌલા હર્ડે સોફ્ટવેર કંપની ઓરેકલના સીઈઓ માર્ક હર્ડની પત્ની છે. ઓરેકલના સીઈઓ માર્ક હર્ડનું 2019માં અવસાન થયું હતું. બન્નેએ 30 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.

પૌલા હર્ડ 2 બાળકોની માતા છે અને 67 વર્ષની છે
પૌલા હર્ડ 2 બાળકોની માતા છે અને 67 વર્ષની છે. બીજી તરફ બિલ ગેટ્સે પણ 27 વર્ષ બાદ મિલિન્ડા ગેટને છુટાછેડા આપ્યા છે. હવે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

પૌલા હર્ડ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી ગ્રેજ્યુએટ છે
પૌલા હર્ડે 1984માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યુ છે. કોલેજ પછી પૌલા હર્ડે સોફ્ટવેર કંપનીમાં સેલ્સ અને મેનેજમેન્ટમાં તેના કરિયરની શરૂઆત કરી હતી. પૌલા હર્ડે 2021માં ગીવ લાઇટ ઝુંબેશમાં 7 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
