કોણ છે યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચામાં છે?
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને તેમની વાઈફ અને યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા ચર્ચામાં આવી હતી. હવે તેણી ફરી એક વખત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
વ્યવસાયે સ્ક્રિપ્ટ રાઈટર ઓલેના ઝેલેન્સ્કા 46 વર્ષની છે. યુક્રેનની ફર્સ્ટ લેડી હોવા છતાં તેમની પોતાની કોઈ સત્તાવાર ઓફિસ નથી. તેણીએ રશિયા અને પુતિન સામે આક્રમક મોરચો ખોલ્યો છે. તે બાળકોના સ્વાસ્થ્ય અને સંતુલિત આહારના ક્ષેત્રમાં કામ કરે છે.

તેણીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેની પુત્રી એલેક્ઝાન્ડ્રાના જન્મ સમયે તે ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ બેદરકાર હતી. પરંતુ તેણે ડોક્ટરની સલાહને અનુસરીને સંતુલિત આહારથી પોતાનું વજન માત્ર 3 મહિનામાં 10 કિલો ઘટાડ્યું.
ઓલેના તેના પતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ઊભી જોવા મળી છે. તેનો જન્મ યુક્રેનના કિવો રોગ શહેરમાં થયો હ. તેના પતિ પણ આ જ શહેરના છે. ઓલેના રશિયન ભાષાની પણ જાણકાર છે.
કિવ શહેરમાં ઓલેના અને વોલોડીમીરના ઘણા સામાન્ય મિત્રો હતા. પરંતુ બંનેની મુલાકાત ક્રિવો રોગ નેશનલ યુનિવર્સિટીમાં થઈ હતી. તે સમયે બંને કાયદાનો અભ્યાસ કરતા હતા. તે સમયે ઓલેના અને વોલોડીમીર કોમેડીના ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ કોમેડીના કારણે જ બંને નજીક આવ્યા હ યુક્રેનમાં ટીવી કન્ટેન્ટ પૂરું પાડતું સૌથી મોટું જૂથ ક્વાર્ટલ 95 અથવા સ્ટુડિયો ક્વાર્ટલ 95 છે. તેના સ્થાપક સભ્યોમાં સ્વયં વોલોડીમિર ઝેલેન્સ્કીનો સમાવેશ થાય છે. ઓલેના ઝેલેન્સ્કા આ સ્ટુડિયો સાથે સ્ક્રિપ્ટ રાઈટર તરીકે સંકળાયેલી હતી. બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી ઝેલેન્સકી અને તેની પત્ની મહિલાઓ અને બાળકોની સ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન દોરે છે. તેણે લખ્યું હતું કે, દરરોજ રાત્રે બાળકોને બંકરમાં લઈ જવા પડે છે. અમે શાંતિ પ્રેમી દેશ છીએ અને યુદ્ધના વિરોધી પણ છીએ. અમે હુમલો શરૂ કર્યો નથી. અમે હાર પણ સ્વીકારીશું નહીં.












Click it and Unblock the Notifications
