જેનો પોર્ન વીડિયો વાયરલ થયો તે પાકિસ્તાની ધારાસભ્ય સાનિયા આશિક કોણ છે?
નવી દિલ્હી, 20 નવેમ્બર : પંજાબના તક્ષશિલા વિધાનસભા ક્ષેત્રમાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના ધારાસભ્ય સાનિયા આશિક આ દિવસોમાં સમાચારોમાં છે.
નવી દિલ્હી, 20 નવેમ્બર : પંજાબના તક્ષશિલા વિધાનસભા ક્ષેત્રમાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના ધારાસભ્ય સાનિયા આશિક આ દિવસોમાં સમાચારોમાં છે. તાજેતરમાં પાકિસ્તાની ધારાસભ્ય સાનિયા આશિકનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાનિયા આશિકનો આ ખાનગી વીડિયો ઓક્ટોબર 2021માં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાનિયા આશિકે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. સાનિયાએ આ વાયરલ વીડિયોના સંબંધમાં ઓક્ટોબરમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે પરંતુ તેની ઓળખ જાહેર કરી નથી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે પોર્ન વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક છે કે અન્ય કોઈ મહિલા છે. આવો જાણીએ કોણ છે પાકિસ્તાની ધારાસભ્ય સાનિયા આશિક?

સાનિયા આશિક નવાઝ શરીફની નજીક છે
સાનિયા આશિક ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારની ટીકા કરતી રહી છે. સાનિયાના પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે નજીકના સંબંધો છે. સાનિયા આશિક પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની પણ નજીક છે. સાનિયા આશિક પાકિસ્તાનની રાજનીતિમાં સક્રિય મહિલા રહી છે. તે પ્રસંગોમાં મરિયમ નવાઝ સાથે જોવા મળે છે.

સાનિયા પાકિસ્તાનની ચૂંટણીમાં ચૂંટાયેલી સૌથી યુવા સભ્ય છે
સાનિયા આશિકીનો જન્મ અને ઉછેર લાહોરમાં થયો હતો. સાનિયા 28 વર્ષની છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ફાર્મસી-ડી (ડૉક્ટર ઑફ ફાર્મસી)ની ડિગ્રી મેળવી છે. 25 વર્ષની ઉંમરે સાનિયા 2018ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલી પંજાબ વિધાનસભાની સૌથી યુવા સભ્ય છે. સાનિયા પોતાની જાતને તેના પ્રાંતની મહિલાઓના ઉત્થાન માટે પ્રતિબદ્ધ ગણાવે છે.

વાયરલ વીડિયો મારો નથી-સાનિયા
સાનિયાને આ વીડિયો વિશે ગયા મહિને ઓક્ટોબર 2021માં ખબર પડી હતી. જે બાદ સાનિયાએ ઉતાવળમાં આખી વાત સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીને જણાવી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા છે, પરંતુ સાનિયાએ પોતે આ તમામ વાતને નકારી કાઢી છે. તેને આ અંગે ઈમરાન ખાનની કેન્દ્ર સરકારને પણ ફરિયાદ કરી છે. ત્રણ મહિનાની તપાસ બાદ લાહોરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

સાનિયાને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે
પાકિસ્તાન ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સાનિયા આશિકે કહ્યું કે, છ લોકોએ મારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ સિવાય મારી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે. ત્યારથી મને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?







Click it and Unblock the Notifications
