કોરોના વાયરસને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને વધુ એક ચેતવણી આપી

કોરોના વાયરસને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને વધુ એક ચેતવણી આપી

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી ફાટી નિકળેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ લીધું છે. હવે દરરોજ લાખોની સંખ્યામાં સંક્રમિતોના કેસ સામે આવી રહ્યા છે. આ દરમ્યાન આ વર્ષના અંત સુધી કોરોના વેક્સીન બજારમાં આવે તેવી કોઈ ઉમ્મીદ નથી. જને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમામ દેશોને ખાસ અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો બધા દેશ એકસાથે નહિ આવે તો આ મહામારીનો અંત લાવવો મુશ્કેલ છે.

who

બર્લિનમાં ત્રણ દિવસીય વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલનના ઉદ્ઘાટન પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ એડનૉમ ઘેબ્યેયિયસે કહ્યું કે બધા દેશ પોતાના નાગરિકોને સૌથી પહેલાં વેક્સીન આપવા માંગે છે તે સ્વાભાવિક છે, પરંતુ આપણે તેનો પ્રભાવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો રસીને લઈ રાષ્ટ્રવાદ થયો તો આ મહામારી લાંબી ચાલશે. એવામાં કોરોના વાયરસ મહામારીથી બહાર નિકળવાની એકમાત્ર રીત છે બધા સાથે આવે અને ગરીબ દેશો સુધી પણ કોરોના વાયરસની વેક્સીનને યોગ્ય માત્રામાં પહોંચાડવામાં આવે.

ટેડ્રોસે આગ કહ્યું કે ઉત્તરી ગોળાર્ધમાં કેટલાય દેશો માટે આ એક ખતરનાક ક્ષણ છે. વારંવાર આપણે જોયું કે જલદી પગલાં ભરવનો મતલબ છે કે મહામારીનો પ્રકોપને ઘટાડી શકાય છે. જ્યારે કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસને કહ્યું કે વેક્સીન સાર્વજનિક રૂપે સારી હોવી જોઈએ. વેક્સીન, ટેસ્ટ અને થેરેપીથી વધુ જીવ બચાવી શકે છે. આની સાથે જ અર્થવ્યવસ્થાને યોગ્ય બનાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X