4500 યુવતીઓના ગર્ભાશયમાં કેમ લગાવાયા ડિવાઈસ? કારણ જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે!
સમયના બદલાતા પ્રવાહ સાથે ટેકનોલોજીમાં સતત ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. હાલ વિશ્વમાં ટેકનોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યો છે. હવે ટેકનોલોજીનો આવો જ એક ઉપયોગ વિવાદને જન્મ આપી રહ્યો છે.
સમયના બદલાતા પ્રવાહ સાથે ટેકનોલોજીમાં સતત ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. હાલ વિશ્વમાં ટેકનોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યો છે. હવે ટેકનોલોજીનો આવો જ એક ઉપયોગ વિવાદને જન્મ આપી રહ્યો છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ જન્મ નિયંત્રણ મુદ્દે ઔપચારિક તપાસ શરૂ કરવા સંમત થયા છે. ડેનિશ ડોકટરો પર આરોપ છે કે તેઓએ ઘણા વર્ષોથી ઇન્યુટ ગ્રીનલેન્ડર્સ સાથે વિવાદાસ્પદ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.

શું છે વિવાદ?
60 અને 70 ના દાયકામાં હજારો ઇન્યુટ મહિલાઓ અને છોકરીઓમાં ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ ફીટ કરવામાં આવ્યા હતા, જેને કોએલ તરીકે ઓળખવામાં આવે છે. તે ગર્ભનિરોધક ઉપકરણ છે, જે ગર્ભાશયની અંદર ગર્ભાધાનને રોકવા માટે મૂકવામાં આવે છે. IUDથી સજ્જ મહિલાઓ અને છોકરીઓમાં એક મહિલા નાજા લિબર્થ પણ હતી.

પીડિતે વેદના વ્યક્ત કરી
બીબીસીના એક અહેવાલ અનુસાર, નાજા 1970ના દાયકામાં લગભગ 13 વર્ષની હતી. તે દરમિયાન એક ડોક્ટરે તેને કહ્યું કે તેને નિયમિત શાળાની પરીક્ષા દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાં જવું જોઈએ. જ્યાં નાજાના ગર્ભાશયમાં કોએલ નાખવામાં આવ્યું હતું. નાજાએ કહ્યું કે, મને ખરેખર ખબર નહોતી કે તે શું છે, કારણ કે ડૉક્ટરે તેના વિશે કોઈ માહિતી આપી ન હતી કે મારી પરવાનગી લીધી ન હતી.

હું ડરી ગઈ હતી-પીડિતા
નાજાએ આગળ કહ્યું કે, હું ડરી ગઈ હતી. હું મારા માતા-પિતાને કહી શકી ન હતી. હું કુંવારી હતી અને મેં ક્યારેય કોઈ છોકરાને કિસ પણ કરી ન હતી. હવે નાજા 60 ની નજીક છે અને તે પ્રથમ મહિલા છે, જેણે આ વિશે પોતાનો ડરામણો અનુભવ શેર કર્યો છે. નાજાએ કહ્યું કે, હું સફેદ કોટમાં ડોક્ટરોને યાદ કરી શકું છું અને કદાચ ત્યાં એક નર્સ પણ હતી. પગ ફેલાવ્યા ત્યારે મેં ધાતુની કોઈ વસ્તુ જોઈ હતી. તે ખૂબ જ ડરામણી હતી. ડૉક્ટરોએ જે સાધનોનો ઉપયોગ કર્યો હતો તે મારા શરીર કરતાં ઘણો મોટો હતો. મને લાગ્યું કે કોઈએ મારી અંદર છરી મૂકી દીધી છે.

પરવાનગી વગર ડિવાઈસ મુકાયુ
નાજા કહે છે કે તેના માતા-પિતાની પરવાનગી માંગવામાં આવી ન હતી અને તેના સહપાઠીઓને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેણે તેના વિશે વાત કરી ન હતી, કારણ કે તે ખૂબ જ આઘાતજનક હતું. નાજાએ મહિલાઓ માટે તેમના સામાન્ય અનુભવો શેર કરવા અને એકબીજાને આઘાતનો સામનો કરવામાં મદદ કરવા માટે ફેસબુક જૂથ પણ બનાવ્યું છે. આ ગ્રુપમાં 70 થી વધુ મહિલાઓ જોડાઈ છે.

4500 મહિલાઓ ભોગ બની
તાજેતરમાં પોડકાસ્ટ સ્પિરલકમ્પેનેન મુજબ, 1966 અને 1970 ની વચ્ચે લગભગ 4,500 મહિલાઓમાં IUD ફિટ કરાયા હતા. તેમાંથી કેટલા કેસમાં સંમતિ કે યોગ્ય સમજૂતી લેવામાં આવી તે સ્પષ્ટ નથી. અસરગ્રસ્તોમાં 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પણ હતી અને ઘણીએ જાહેરમાં જણાવ્યું છે કે તેમને યોગ્ય રીતે જાણ કરવામાં આવી ન હતી. કેટલીક મહિલાઓને સંતાન પણ નહોતું થઈ શકતું અને તેઓ આ માટે કોએલને દોષી ઠેરવે છે. નાજાએ કહ્યું કે, આટલી બધી મહિલાઓ મારો સંપર્ક કરે છે. એવું લાગે છે કે છોકરીઓ જેટલી નાની તેટલી આ કોએલ સાથે વધુ જટિલ છે. જે ખૂબ જ દુઃખદ છે.

સરકારે શું કહ્યું?
ગ્રીનલેન્ડ અથવા ડેનમાર્કમાં જન્મ નિયંત્રણ કાર્યક્રમોના અહેવાલોએ આઘાત અને આક્રોશ પેદા કર્યો છે. હવે એક સમિતિ 1960 અને 1991 વચ્ચે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કની શાળાઓમાં ગ્રીનલેન્ડિક વિદ્યાર્થીઓ સાથે ડેનિશ આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ગર્ભાવસ્થા નિવારણ પદ્ધતિઓનું પરીક્ષણ કરશે. ગ્રીનલેન્ડની સરકારે 1992 માં કોપનહેગન પાસેથી આરોગ્ય નીતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. શુક્રવારે એક નિવેદનમાં, ડેનમાર્કના આરોગ્યમંત્રી મેગ્નસ હનિકે જણાવ્યું કે, તપાસમાં પ્રેક્ટિસનું કારણ શું હતું અને તે કેવી રીતે થયું તે બહાર આવશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે તે ઘણી પીડિત મહિલાઓને મળ્યો છે. તેમણે શારીરિક અને ભાવનાત્મક રીતે જે પીડા અનુભવી હતી તે આજે પણ છે.












Click it and Unblock the Notifications
