For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકિપેડિયા 250 ધંધાખોર ખાતા બંધ કરશે

|
Google Oneindia Gujarati News

વિકીપીડિયાના સંપાદકોને એ જાણીને આંચકો લાગ્યો છે કે ઇન્ટરનેટ પર તેમના સેંકડો યુઝર્સ એવા છે જેમને ઓનલાઇન એકાઉન્ટ ખોલવા માટે પૈસા આપવામાં આવે છે. આ એકાઉન્ટ્સની મદદથી એડવોકસી કરવાનું અને પ્રમોશનલ કામ કરવામાં આવી રહ્યું છે. આ એક રીતે ઇન્ટરનેટ પર મફતમાં એનસાયક્લોપિડિયા ઉપલબ્ધ કરાવવાની નીતિઓની વિરુદ્ધ છે.

આ અંગે વિકીમીડિયા ફાઉન્ડેશનના કાર્યકારી સંપાદક સુ ગાર્ડેનરે જણાવ્યું છે કે "અમારી જાણમાં આવ્યું છે કે આવા સેંકડો એકાઉન્ટ્સ છે જે શંકાના દાયરામાં આવે છે. સંપાદકોએ આવા 250 એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમારો હેતુ વાચકોને નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર માહિતી આપવાનો છે. તેના પર જોખમ ગંભીર સમસ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખતા અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ."

wikipedia

એડવોકસી માટે પૈસાની ચૂકવણી અંગે સુએ જણાવ્યું કે આ વિકીપીડિયાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. કારણ કે વિકીપીડિયા અનેક લોકો માટે ખૂબ મહત્વનું છે. વિકીમીડિયા ફાઉન્ડેશન એક બિનસરકારી સંગઠન છે જે મફતમાં ઓનલાઇન એનસાઇક્લોપીડિયા વિકીપીડિયાનું સંચાલન કરે છે.

વિકીમીડિયાના સંપાદકોના જણાવ્યા અનુસાર પ્રમોશનલ સામગ્રીઓમાં કેટલીક સામગ્રી મોર્નિંગ 227 એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે. તેને સિલિકોનવેલીની કેટલીક વેબસાઇટ્સ, નાની આર્થિક સંસ્થાઓ, લેખકો, ડોક્ટરો, સંગીતકાર અને તેલ કંપનીઓએ બાંધેલા છે.

English summary
Wikipedia probe into sockpuppet entries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X