For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝાટકો, મેલાનિયા તલાક આપશે?

ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝાટકો, મેલાનિયા તલાક આપશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ તેમની હાર બાદ વ્હાઈટ હાઉસથી નિકળવાના દિવસો ગણવા લાગ્યાં છે, જેથી તેઓ ટ્રમ્પને તલાક આપી 15 વર્ષ જૂનાં 'ટ્રાન્ઝેક્શનલ લગ્ન'ને તોડી શકે. વ્હાઈટ હાઉસના એક પૂર્વ કર્મચારીએ આ અંગે સનસનીખેજ દાવો કર્યો છે કે જો બિડેનના જીતવાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના લગ્ન ટૂટી શકે છે. વ્હાઈટ હાઉસની ઑફિસમાં ડાયરેક્ટર કૉમ્યુનિકેશનના પદ પર કામ કરી ચૂકેલા ઓમારોસા મૈનનીગોલ્ટ ન્યૂમૈને આ દાવો કર્યો છે. ન્યૂમૈને ડિસેમ્બર 2017ના ડિસેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સાર્વજનિક રીતે ભડાસ કાઢતાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

donald trump

ન્યૂમૈને દાવો કર્યો કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે મેલાનિયા તેમને નહોતા છોડી શકતાં કેમ કે આવું કરવાથીં ત્યારે ટ્રમ્પની ફજેતી થાત અને તેને સજા આપવા માટે ટ્રમ્પ કોઈને કોઈ રસ્તો શોધી કાઢતો હતો. ન્યૂમૈને જ નહિ મેલાનિયાની એક દોસ્તે પણ દાવો કર્યો હતો કે જ્યારે 2016માં તેના પતિ ચૂંટણી જીતી ગયા હતા ત્યારે તે રડી પડી હતી. કેમ કે તેમને ક્યારેય ઉમ્મીદ નહોતી કે ટ્રમ્પ જીતી જશે અને માટે જ તેમણે ન્યૂયોર્કથી વૉશિંગ્ટન આવવામાં પાંચ મહિના લગાવી દીધા હતા.

કમલા હેરિસના નાનાએ ભારતમાં લડી હતી આઝાદીની લડાઈ, જાણો કોણ છે કમલા હેરિસકમલા હેરિસના નાનાએ ભારતમાં લડી હતી આઝાદીની લડાઈ, જાણો કોણ છે કમલા હેરિસ

ટ્રમ્પ દંપત્તિના સંબંધોને લઈ વિવિધ પ્રકારની અફવાઓ ઉડતી રહે છે, પરંતુ મેલાનિયા સાર્વજનિક રીતે દાવો કરી ચૂકી છે કે તેના પતિ સાથે તેનો સંબંધ ઘણો સારો છે. ડોાલ્ડ ટ્રમ્પ પણ જોર આપીને કહે છે કે તેઓ ક્યારેય એકબીજા સાથે દલિલો નથી કરતા.

English summary
One more tweak to Donald Trump, will Melania divorce?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X