For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : કોઈ પણ ટેસ્ટ વગર માત્ર 90 મિનિટમાં ખબર પડી જશે કોરોના છે કે નહીં!

એક તરફ વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાની આગાહી કરી રહ્યા છે. બીજી તરફ વૈજ્ઞાનિકો લોકોને આ વાયરસથી બચાવવા માટે નવા પ્રયોગો કરી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

એક તરફ વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાની આગાહી કરી રહ્યા છે. બીજી તરફ વૈજ્ઞાનિકો લોકોને આ વાયરસથી બચાવવા માટે નવા પ્રયોગો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો આ જીવલેણ સંક્રમણને દૂર કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં જ એમઆઈટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના એન્જિનિયરોએ એવા માસ્ક તૈયાર કર્યા છે, જે પહેર્યાની 90 મિનિટમાં જ જણાવશે કે તમને કોરોના છે કે નહીં.

ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરાયો છે

ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરાયો છે

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ માસ્ક નાના અને ડિગ્રેડેબલ સેન્સરથી બનેલું છે, જે અન્ય માસ્ક સાથે પણ ફીટ કરી શકાય છે અને અન્ય પ્રકારના વાયરસને શોધવા માટે પણ વાપરી શકાય છે. આ માસ્કની ડિઝાઇનનો ઉલ્લેખ જર્નલ નેચર બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. આ સેન્સર ફ્રીઝ-ડ્રાય સેલ્યુલર મશીનરી પર આધારિત છે, જે સંશોધન ટીમે અગાઉ ઇબોલા અને ઝિકા જેવા વાયરસ માટે પેપર ડાયગ્નોસ્ટિક્સમાં ઉપયોગ માટે વિકસાવ્યા હતા. સંશોધકોએ કહ્યું કે આ સેન્સર માત્ર માસ્ક પર જ નહીં પણ કોટ જેવા વસ્ત્રો પર પણ લગાવી શકાય છે. આ અભ્યાસમાં સામેલ અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT) ના પ્રોફેસર જેમ્સ કોલિન્સે કહ્યું કે, અમે જોયું છે કે વિવિધ પ્રકારના કૃત્રિમ જૈવિક સેન્સરનો ઉપયોગ વાયરસ અથવા બેક્ટેરિયલ ન્યુક્લિક એસિડને શોધવા માટે કરી શકાય છે. આ ઘણા ઝેરી રસાયણો પણ શોધી શકે છે.

સંશોધકોએ પેટન્ટ માટે અરજી કરી

સંશોધકોએ પેટન્ટ માટે અરજી કરી

આ વેરેબલ સેન્સર અને કોરોના ડિટેક્શન ફેસ માસ્ક ટેકનોલોજી પર આધારિત છે, જેને કોલિન્સે ઘણા વર્ષો પહેલા વિકસાવવાનું શરૂ કર્યું હતું. સંશોધકોએ આ ટેકનોલોજી માટે પેટન્ટ માટે અરજી કરી છે અને આવા સેન્સર વિકસાવવા માટે કંપની સાથે કામ કરવા માગે છે. કોલિન્સે કહ્યું કે ફેસ માસ્ક એ એક પદાર્થ છે, જે સંક્રમણને ટાળવા માટે સૌથી ઝડપી ઉપલબ્ધ કરી શકાય છે.

માત્ર 90 મિનિટમાં રિઝલ્ટ આપશે

માત્ર 90 મિનિટમાં રિઝલ્ટ આપશે

માસ્ક પહેર્યા પછી તમારે સેન્સરને સક્રિય કરવાનું રહેશે. યુઝરની ગોપનીયતા માટે પરિણામ ફક્ત માસ્કમાં જ જોઈ શકાય છે. સેન્સર માસ્કમાં અંદર મૂકાયુ છે, જેથી પહેરનારના શ્વાસમાં રહેલા વાયરલ કણો શોધી શકાય. માસ્કની અંદર પાણીનું એક નાનું પેકેટ છે, જે બટન દબાવવામાં આવે ત્યારે પાણી છોડે છે. આ પછી સેન્સર સ્થિર અને સૂકા ઘટકોને હાઇડ્રેટ કરે છે, જે માસ્કની અંદર રહેવા શ્વસનકણોનું વિશ્લેષણ કરે છે અને તમને 90 મિનિટની અંદર પરિણામ આપે છે.

English summary
Without any test you will know in just 90 minutes whether Corona is there or not!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X