ભિખારીના અકાઉન્ટમાં કરોડો રૂપિયાનો ખુલાસો, બેંક થઈ ગઈ ખાલી
ઘણી વાર એવા સમાચાર પણ આવ્યા છે જેમાં માલુમ પડ્યુ છે કે ભિખારીઓ પાસે એટલા પૈસા નીકળ્યા જેટલે કોઈએ વિચાર્યુ પણ નહિ હોય. હવે આવો જ એક કેસ લેબનાનથી પણ સામે આવ્યો છે.
પોતાના રોજિંદા જીવનમાં આપણે રસ્તા પર, મેટ્રો, મંદિક અને અન્ય જગ્યાએ ભિખારીઓને ભીખ માંગતા જોઈએ છે. લોકો તેમની દયનીય સ્થિતિ પર દયા કરીને તેમને પૈસા વગરે આપે છે. એ જાણ્યા વિના કે ખરેખર આ વ્યક્તિને આ પૈસાની જરૂર છે કે પછી તે માત્ર પૈસા કમાવવાની એક રીત છે. પરંતુ ઘણી વાર એવા સમાચાર પણ આવ્યા છે જેમાં માલુમ પડ્યુ છે કે ભિખારીઓ પાસે એટલા પૈસા નીકળ્યા જેટલે કોઈએ વિચાર્યુ પણ નહિ હોય. હવે આવો જ એક કેસ લેબનાનથી પણ સામે આવ્યો છે. જ્યાં એક ભિખારીના અકાઉન્ટમાંથી એટલા પૈસા નીકળ્યા કે બેંક જ ખાલી થઈ ગઈ. અહીં સુધી કે બેંકમાં પૈસા જ ઓછા પડી ગયા.

6.37 કરોડ રૂપિયા હોવાનો ખુલાસો
આ ભિખારીના ખાતામાં કુલ 6.37 કરોડ રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદથી આખી દુનિયામાં આ મહિલાની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત એ જગ્યાની પણ ચર્ચા થઈ રહી છે જ્યાં તે ભીખ માંગતી હતી. સમગ્ર મામલોનો ખુલાસો પણ ખૂબ રસપ્રદ રીતે થયો છે.

મહિલા ભીખ માંગતી હતી
આ કિસ્સો દેશના સીદોન શહેરનો જણાવવામાં આવી રહ્યો છે જ્યાં એક જાણીતી હોસ્પિટલ સામે વફા મોહમ્મદ નામની મહિલા ભીખ માંગતી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર તે છેલ્લા દસ વર્ષોથી ભીખ માંગી રહી હતી. કોઈને પણ એ વાતો અંદાજ નહોતો કે આ મહિલા પાસેથી આટલા પૈસા નીકળશે.

ભીખ માંગીને જમા કર્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વફા મોહમ્મદ નામની આ ભિખારી પોતાના પૈસાને એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે પહોંચી હતી. ત્યારે બેંકમાં કેશની સમસ્યા આવી ગઈ ત્યારબાદ મહિલાને બે ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. તેણે બંને ચેક પર 30 સપ્ટેમ્બર, 2019ની તારીખ નાખી છે. આ ચેક વાયરલ થયા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થયો. સોશિયલ મીડિયા પર હવે આ મામલાની બહુ ચર્ચા થઈ રહી છે જ્યારે મહિલાનુ કહેવુ છે તેણે આટલા પૈસા ભીખ માંગીને જમા કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
