નેપાળમાં કામ કરવા માટે હવે ભારતીય મજૂરોને લેવી પડશે વર્ક પરમિટ
નેપાળની સરકારે દેશમાં કામ કરતા ભારતીય કામદારો માટે વર્ક પરમિટ લેવાનું હવે અનિવાર્ય કરી દીધુ છે.
નેપાળની સરકારે દેશમાં કામ કરતા ભારતીય કામદારો માટે વર્ક પરમિટ લેવાનું હવે અનિવાર્ય કરી દીધુ છે. નેપાળના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ ઓક્યુપેશન સેફ્ટીએ 24 જાન્યુઆરીએ આ અંગેનો એક પત્ર જારી કર્યો હતો. આ પત્ર દેશના બધા કાર્મિક કાર્યાલયોને જારી કરવામાં આવ્યો હતો. પત્ર જારી કરવાનો હેતુ નેપાળના અલગ અલગ સેક્ટર્સમાં કામ કરતા ભારતીય કામદારોની વાસ્તવિક સંખ્યાનું અનુમાન લગાવવાનો હતો.

જેમની પાસે પરમિટ નથી તેમને જલ્દી મળશે પરમિટ
આ દરમિયાન વિભાગ તરફથી એ વાતનો ભરોસો આપવામાં આવ્યો છે કે વર્ક પરમિટ વિના કામ કરી રહેલા ભારતીય મજૂરોને જલ્દી પરમિટ આપવામાં આવશે. નેપાળમાં હાલમાં હજારો ભારતીય મજૂર કામ કરી રહ્યા છે. તેમની પાસે જરૂરી વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો, હોટલે અને કંસ્ટ્રક્શન સાઈટ્સ પર કામ કરવાની પરમિટ છે. નેપાળની સીમા ભારત સાથે જોડાયેલી છે અને સરકાર પાસે એવો કોઈ આંકડો નથી જેનાથી માલુમ પડી શકે કે નેપાળમાં કેટલા ભારતીય મજૂરો હાલમાં કામ કરી રહ્યા છે. નેપાળના ઈન્ડસ્ટ્રી ઈન્સ્પેક્ટર વિભાગના પ્રશાંત શાહ તરફથી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એક મહિનામાં ભારત વિરોધી બીજો નિર્ણય
પત્રમાં લખવામાં આવ્યુ છે કે, 'સંસ્થાઓનું નીરિક્ષણ કર્યા બાદ ભારતીય મજૂરોની સંખ્યાને અપડેટ કરી દેવામાં આવશે. જો તેમની પાસે પરમિટ નથી તો તે સંસ્થાએ જાણકારી આપવાની રહેશે અને પછી સીધા વિભાગ પાસેથી પરમિટ મેળવી શકે છે.' અત્યાર સુધી ભારત અને નેપાળ વચ્ચે વિશેષ સંબંધોના કારણે કોઈ પણ પ્રકારની પરમિટની જરૂર પડતી નહોતી. ભારતમાં નેપાળી મજૂરોને પરમિટની જરૂર હોતી નથી કે નેપાળમાં પણ ભારતીય મજૂરો માટે પરમિટની જરૂર પડતી નહોતી. નેપાળ તરફથી ભારત વિરોધી આ બીજો આદેશ છે જે એક મહિનાની અંદર આવ્યો છે. ગયા મહિને નેપાળ રાષ્ટ્ર બેંકે ભારતીય મુદ્દાની 200, 500 અને 2000 રૂપિયાની નોટોના પ્રચલન પર દેશમાં પ્રતિબંધ મૂકી દીધો છે. અત્યાર સુધીમાં ભારત તરફથી બંને મુદ્દા પર કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી.












Click it and Unblock the Notifications
