દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો અવકાશના રાઝ ખોલશે, જાણો તમામ ખાસિયત
અવકાશમાં દુનિયાના મોટા દેશો વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે. આ રેસમાં ભારત, ચીન, અમેરિકા અને રશિયા જેવા દિગ્ગજો સામેલ છે. આ રેસ વચ્ચે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો લોંચ કરાયો છે.
ઉત્તર ચિલીના રણમાં પહાડીઓ પર વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા લગાવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેમેરા માણસોને દૂરના તારાઓની ખૂબ નજીક લઈ જશે.

અહેવાલો અનુસાર, વિશ્વનો આ સૌથી મોટો ડિજિટલ કેમેરા 3200 મેગાપિક્સલના ફોટા કેપ્ચર કરશે. સરળ ભાષામાં કહીએ તો આનાથી લેવામાં આવેલો ફોટો ટેલિવિઝન પિક્ચર કરતાં લગભગ 300 ગણું મોટો ફોટો કેપ્ચર કરશે.
આ કેમેરા દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા કેમેરા કરતા ત્રણ ગણો વધુ પાવરફુલ છે. હાલમાં વિશ્વનો સૌથી શક્તિશાળી કેમેરા 870 મેગાપિક્સલનો હાઇપર સુપ્રીમ કેમ છે, જે જાપાનમાં ઇન્સ્ટોલ કરેલો છે.
આ ડિજિટલ કેમેરાનું વજન 2.8 મેટ્રિક ટન છે અને તેનો આકાર કાર જેવો છે. ચિલીની વેરા સી. રૂબિન ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિકોને આશા છે કે આ કેમેરા અવકાશના ઘણા રહસ્યો ઉજાગર કરશે.
આ દૂરના એવા તારાઓ સુધી પણ પહોંચશે જે અત્યાર સુધી જોવાનું શક્ય નથી. જણાવવામાં આવી રહ્યું છે કે 800 મિલિયન ડોલરના ખર્ચે બનેલો આ કેમેરો દર ત્રણ દિવસે આકાશનું એક ચક્કર લગાવશે. આ દરમિયાન તે અંતરિક્ષના એક પછી એક ફોટો કેપ્ચર કરશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી તેઓ એક સમયે માત્ર એક જ તારાનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ આ ડિજિટલ કેમેરાની મદદથી હવે વૈજ્ઞાનિકો એક સાથે હજારો તારાઓનો અભ્યાસ કરી શકશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ડિજિટલ કેમેરાની મદદથી લગભગ 20 કરોડ આકાશગંગા, 1.7 અબજ તારાઓ અને 60 લાખ અન્ય કોસ્મિક ઓબ્જેક્ટ વિશે માહિતી ઉપલબ્ધ થશે. હાલમાં આ કેમેરાનું સંચાલન અમેરિકાના સંશોધન કેન્દ્ર NOIRLab દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
