116 વર્ષની થઇ વિશ્વની સૌથી ઉમરલાયક વ્યક્તિ

જિરોએમાન કિમૂરાનો જન્મ 1897માં થયો હતો. પોતાના આ ઐતિહાસિક જન્મદિવસને કિમૂરાના પોતાના પરિવાર અને મિત્રો સાથે જ મનાવે તેવી સંભાવના છે. આ અવસર પર દેશના પશ્ચિમમાં સ્થિત અને ગૃહનગર ક્યોતાંગી શહેરના મહાપૌરમાં આવે તેવી સંભાવના છે. આ શહેરની જનસંખ્યા(60 હજાર)માં કિમૂરા એ 95 લોકોમાના એક છે જેમણે પોતાની જિંદગીના 100 કે તેથી વધુ વર્ષ પૂર્ણ કરી લીધા છે.
એક સ્થાનિક અધિકારીએ એએફપીએ જણાવ્યું કે જીવનની સદી મનાવનારા કિમૂરા ધુમ્રપાન નથી કરતા અને તે ભોજન ત્યાંસુધી કરે છે જ્યાં સુધી તેમનું પેટ 80 ટકા ભરાઇ ના જાય. એક સ્થાનિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે બહુ જ ઓછી માત્રામાં આલ્કોહોલ લે છે. અધિકારીએ જણાવ્યું કે કિમૂરાનો સિદ્ધાંત છે, હળવું ભોજન લો અને લાંબુ જીવન જીવો. અધિકારીએ જણાવ્યું કે, એ પણ માલુમ કરવામાં આવશે કે જે લોકો વધારે જીવે છે તેની પાછળ સ્થાનિક ભોજન પણ જવાબાદાર છે.












Click it and Unblock the Notifications
