પતિના મોત બાદ દુઃખ અંગે લખ્યું પુસ્તક, પત્ની પર જ હત્યાનો આરોપ
અમેરિકાની એક વિધવાએ તેના પતિના આકસ્મિક મૃત્યુ બાદ થતા દુઃખોનું વર્ણન કરતું એક બાળ સાહિત્યનું પુસ્તક લખ્યું હતું. આ વિધવાની સોમવારના રોજ પોલીસે ધરપડક કરી છે. તેના પર પોતાના પતિની હત્યા કરવાનો આરોપ છે.
સમિટ કાઉન્ટીની 33 વર્ષીય કૌરી ડાર્ડેન રિચિન્સને 4 માર્ચ, 2023ના રોજ કોલંબસમાં તેમના વિલો કોર્ટના ઘરે તેમના પતિ એરિક રિચિન્સને ઝેર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ KUTV અહેવાલમાં જણાવાયું હતું. મહિલા પર ગુંડાગીરીના પણ આરોપ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એરિકના મૃત્યુની રાત્રે લગભગ 3.20 કલાકે પોલીસ તેના ઘરે પહોંચી તો તે પલંગ નીચે પડેલો જોવા મળ્યો. KSL-TV અનુસાર, સારવાર દરમિયાન જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એરિકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એક તબીબી પરીક્ષકને પાછળથી જાણવા મળ્યું કે, રિચિન્સનું મૃત્યુ ફેન્ટાનીલના ઓવરડોઝથી થયું હતું.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, ડિસેમ્બર 2021 અને ફેબ્રુઆરી 2022 ની વચ્ચે તેની પત્ની રિચિન્સે ડ્રગના આરોપમાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિને ટેક્સ્ટ કર્યો હતો. રિચિન્સના કબ્જામાંથી હાઈડ્રોકોડોન ગોળીઓ મળી આવી હોવાનું પણ કોર્ટના દસ્તાવેજોમાં બહાર આવ્યું છે. કહેવાય છે કે, આ કપલે વેલેન્ટાઈન ડે ડિનર કર્યું હતું, જે પછી તે બીમાર પડી ગયો હતો.
કૌરી ડાર્ડેન રિચિન્સે આર યુ વિથ મી? નામનું બાળકો માટે સચિત્ર પુસ્તક લખ્યું હતું. KPCW સાથેના એક ઇન્ટરવ્યુંમાં આ મહિલાએ જણાવ્યું હતું કે, પુસ્તકનો હેતુ તેને અને તેના ત્રણ બાળકો માટે શાંતિ લાવવાનો હતો. અમે આ પુસ્તક લખ્યું છે અને અમે ખરેખર આશા રાખીએ છીએ કે, તે માત્ર અમારા પરિવારને જ નહીં, પરંતુ અન્ય પરિવારોને પણ મદદ કરશે.












Click it and Unblock the Notifications
